Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

શ્રી રામજી વિના આપણે આપણાં સામાજિક, પારિવારિક અને આધ્‍યાત્‍મિક જીવનની કલ્‍પના પણ કરી શકતા નથીઃ ચેરમેન ફત્તેહસિંહ ચૌહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : અયોધ્‍યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાના શુભ અવસર પર સમગ્ર દેશ ખુશ અને ઉત્‍સાહિત છે. ચારે દિશામાંથીમાત્ર શ્રી રામને જ સાંભળવામાં અને જોવામાં આવતા હતા. એવું લાગતું હતું કે ભગવાન શ્રી રામ વનવાસમાંથી પાછા આવી રહ્યા છે અને આખો દેશ તેમના આગમનની રાહ જોતાં તેમના ઘરો અને શહેરોને શણગારવામાં વ્‍યસ્‍ત હતા. આવું જ કંઈક સેલવાસ ખાતેની લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં પણ જોવા મળ્‍યું હતું. આ ખુશીની ક્ષણને વિશેષ બનાવવા માટે લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલને રંગબેરંગી ગોળાઓથી શણગારવામાં આવી હતી. શાળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાળકોએ શ્રી રામચરિત માનસના અલૌકિક પઠનથી સૌને ઉપસ્‍થિત તમામ લોકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. આ આનંદોત્‍સવ પ્રસંગે તમામે દીવા પ્રગટાવ્‍યા હતા. શાળાના પ્રાંગણમાં, તમામ સ્‍ટાફે હાથમાં દીવા લઈને લાઈનમાં ઊભા રહીને રામાયણના બાળ કલાકારોનું સ્‍વાગત કર્યું હતું. આ દૃશ્‍યે અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના આગમનની છબીને ઉજાગર કરી હતી.
આ પહેલાં મુખ્‍ય અતિથિ શ્રી ફત્તેહસિંહ ચૌહાણે દીપ પ્રાગટ્‍ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. શ્રી ફત્તેહસિંહ ચૌહાણે ઉપસ્‍થિત સૌને સંબોધતા જણાવ્‍યું હતું કે, આપણે ભાગ્‍યશાળી છીએ કે 500 વર્ષ સુધી ચાલેલા લાંબા સંઘર્ષ અને કાયદાકીય લડાઈ બાદ આજે આપણે આપણી પોતાની આંખે શ્રી રામજીના તંબુથી ભવ્‍ય દિવ્‍ય મંદિર તરફ જતા સુંદર દ્રશ્‍યનાસાક્ષી બન્‍યા છીએ. આપણે સૌએ શ્રી રામજીના જીવનમાંથી શીખવું જોઈએ કારણ કે જો રામ આપણી ચેતનામાં ન હોત, રામની કથા આપણી ચેતનામાં ન હોત, તો આપણે ભાગ્‍યે જ કૌટુંબિક મૂલ્‍યો, માનવીય મૂલ્‍યો, કૌટુંબિક ગૌરવ અને જીવન જીવવાનું વ્‍યાકરણ આટલી સરળતાથી ભાગ્‍યે જ સમજી શક્‍યા હોત. તેથી, રામ આપણા માટે જીવનનું મૂલ્‍ય છે અને રામ આપણા માટે જીવનનો માર્ગ છે. રામની કથા આપણા માટે માત્ર એક આધ્‍યાત્‍મિક કથા નથી, તે આપણા જીવનમાં અમલમાં મૂકવાની એવી જીવન પદ્ધતિ છે, જેના વિના કોઈ ભારતીય તેના સામાજિક, પારિવારિક અને આધ્‍યાત્‍મિક જીવનની કલ્‍પના પણ કરી શકે નહીં.
આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપાધ્‍યક્ષ શ્રી અનંતરાવ ડી.નિકમ, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, જોઈન્‍ટ ટ્રેઝરર શ્રી હીરાભાઈ પટેલ, શ્રી અભિષેકસિંહ ચૌહાણ, લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલના વિદ્યાર્થીઓ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓ, વાણિજ્‍ય અને વિજ્ઞાન કોલેજના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ શ્રીમતી સીમા પિલ્લઈ, હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના વાઇસ પ્રિન્‍સિપાલ શ્રીમતી શિલ્‍પા તિવારી, લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ શ્રીમતી નિરાલી પરીખ સહિત તમામ શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના જીએસટી વિભાગે કડૈયા ગ્રામ પંચાયત ખાતે નોંધણીની પ્રક્રિયા સમજાવવા યોજેલો કેમ્‍પ

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા સામર્થ્‍ય પહેલ હેઠળ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઇ’ કાર્યક્રમનો કરાયેલો શુભારંભ

vartmanpravah

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

Leave a Comment