June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

વારંવાર સર્જાતા ટ્રાફિકજામના કારણે વાહનોની લાંબી લાંબી લાઈનોમાં ફસાતા દર્દીઓઃ તમામ અવર-જવર કરતા વાહનચાલકોને પડતી ભારે તકલીફો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના સેલવાસ-ખાનવેલ મુખ્‍ય માર્ગના નવીનિકરણનું કામ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યું છે જે સાવ ગોકળગાયની જેમ ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે. ગોકળગાયની જેમ ધીમી ગતિએ ચાલતા રસ્‍તાના નિર્માણકાર્યને કારણે બંને તરફના વાહનોનીઅવર-જવર એક જ સાઈડ પર થઈ રહી છે તેથી અહીં વારંવાર ટ્રાફિકજામની સમસ્‍યા સર્જાઈ રહી છે. વારંવાર સર્જાતા ટ્રાફિકજામના કારણે વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. જેમાં ખાનવેલથી વધુ સારવાર માટે 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે દર્દીઓને સેલવાસ ખાતે લાવવામાં ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. ખાનવેલથી સેલવાસ પહોંચતા એક કલાક જેટલો સમય વહી જતો હોય છે જેમાં દર્દીઓને ભારે હેરાન થવું પડે છે.
જાહેર જનતાના હિતમાં તંત્ર અને રોડ કોન્‍ટ્રાક્‍ટર દ્વારા આ રસ્‍તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં એવી માંગ લોકોમાં ઉઠી રહી છે.

Related posts

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

દમણમાં ઓરકેસ્ટ્રા અને ડીજેને પરવાનગી આપવા જિલ્લા કલેક્ટર સમક્ષ સંચાલકોની રજૂઆત

vartmanpravah

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah

Leave a Comment