October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

સદ્‌ગત હરિનાથ ગોસાવીની સ્‍મશાનયાત્રામાં સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દિપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ મહેશભાઈ આગરીયા, પ્રદેશ ભાજપ મંત્રી જિજ્ઞેશભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, વિવિધ અખબારોના તંત્રીઓ, પત્રકારો, મીડિયાકર્મીઓ, સમાજના મોભીઓ સહિત સગાં-સ્‍નેહીઓની રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : ‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના પિતાશ્રી હરિનાથ ગોપાળનાથ ગોસાવીનું આજે જૈફ વયે દેહ અવસાન થયું હતું. સદ્‌ગતની નિકળેલી સ્‍મશાન યાત્રામાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ આગરીયા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જિજ્ઞેશભાઈ પટેલ સહિત સમાજના અનેક આગેવાનો, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વિવિધ અખબારોના તંત્રીઓ, પત્રકારો, મીડિયાકર્મીઓ તથા સ્‍નેહીસ્‍વજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
સ્‍વ. હરિનાથ ગોસાવી પોતાની પાછળ પત્‍ની શ્રીમતી સવિતાબેન, પુત્ર શ્રી મુકેશ તથા શ્રી તુષાર, દિકરી શ્રીમતી અલ્‍કા, પૌત્ર શ્રી ઝંકૃત સહિત બહોળા પરિવારને છોડીગયા છે. સદ્‌ગતનો સાહિત્‍ય અને સમાચાર વાંચનનો પ્રેમ ખૂબ જ અનુકરણીય હતો.

Related posts

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

સત્ર ન્‍યાયાલય સેલવાસનો શિરમોર ચુકાદો: સાયલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને આજીવન કેદ

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

પતંજલિ યોગ સમિતિ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર યોગા-અભ્‍યાસ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

Leave a Comment