Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના વિલ્‍સન લેડી મ્‍યુઝિયમના 14 કર્મચારીઓને 6 દિવસથી ફરજ ઉપર હાજર ના થવા દેવાતા ગેટ બહાર દેખાવો

કર્મચારીઓ પોલીસમાં એ્ટ્રોસીટી એક્‍ટ મુજબ ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ધરમપુરમાં આવેલ વિલ્‍સન લેડી મ્‍યુઝિયમમાં ફરજ બજાવતા 14 જેટલા કર્મચારીઓએ પોતાની કેટલીક રજૂઆત-માંગણીઓ કરી હતી. તેથી મ્‍યુઝિયમના સંચાલકોએ તમામ 14 કર્મચારીઓને ફરજ ઉપર હાજર રહેવા ના દેતા મામલો ગરમાયો હતો. તમામ કર્મચારીઓ મ્‍યુઝિયમ સામે દેખાવા કરવા, માંગણી કરવા બેસી ગયા હતા તેમજ ધરમપુર પોલીસમાં એક્‍ટ્રોસીટી એક્‍ટ મુજબ કર્મચારીઓએ સંચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી.
ધરમપુરમાં આવેલ ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગના 14 જેટલા કર્મચારીઓએ ગત તા.01 ફેબ્રુઆરીના રોજ મ્‍યુઝિયમ સંચાલક ઈન્‍દ્રા જે વત્‍સને કેટલીક માંગણી માટે રજૂઆત કરી હતી ત્‍યારે કર્મચારીઓને જાતિ વિષયક સંચાલકે શબ્‍દો ઉચ્‍ચારેલા તેમજ તા.01 થી ફરજ ઉપર નહી રાખવાની કરેલી તજવીજના કર્મચારીઓ ઉપર ભારે રોષ સાથે ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા. 6 દિવસથી ફરજ મુક્‍ત કરાયેલા 14કર્મચારીઓ અંતે મ્‍યુઝિયમ ગેટ સામે બેસી માંગણીઓ માટે દેખાવ આંદોલન શરૂ કરી દીધું છે. તદ્‌ઉપરાંત પ્રાંત અધિકારી અને પોલીસને લેખિત રજૂઆત પણ કરી છે. પોતાની માંગણી માંગવા કે રજૂઆત કરવા જતા કર્મચારીઓ તાનાશાહીનો ભોગ બન્‍યાનું બહાર આવ્‍યું છે. જો ઉકેલ નહી આવે તો ધરણા ઉપર કર્મચારી બેસશે એવું ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલે જાહેરાત કરી હતી.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ જાતીય શોષણ સામેના કાયદા અંગે બે દિવસીય શિબિર યોજાઈ

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

વાપી જીઈબીના એન્‍જીનીયરને અકસ્‍માત નડયો : પારડી હાઈવે ઓવરબ્રિજ ડિવાઈડરમાં કાર ભટકાઈ

vartmanpravah

Leave a Comment