Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

– અક્ષય દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: દરેક લોકોનું સ્‍વપ્‍ન હોય છે કે રહેવા માટે એક પાકું મકાન હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના આ સ્‍વપ્‍નને આકાર આપી રહી છે.
વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્‍તારના દિવ્‍યાંગ હેતલકુમાર પરાગભાઈ પટેલનું ઘરનું ઘર હોવાનું સ્‍વપ્‍ન સાકાર થયું છે. તેઓએ પ્રતિભાવ આપતા જણાવ્‍યું હતું કે, અમે લોકો પહેલા કાચા મકાનમાં રહેતા હતા. જેનાકારણે મારા કાચા ઘરમાં ચોમાસામાં પાણી ભરાઈ જતા મને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો. બાદમાં મને જાણકારી મળી કે, સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત નગરપાલિકા વિસ્‍તારમાં રહેતા લોકો માટે પાકું મકાન બનાવવા માટે રૂ.3,50,000ની સહાય મળે છે તે અંગે વધુ જાણકારી માટે હું વાપી નગરપાલિકામાં ગયો હતો જ્‍યાં મને નગરપાલિકાના ઈજનેર શ્રી રાકેશભાઈ દોમાડીએ આ યોજના અંતર્ગત સહાય અરજી કરવા જણાવતા મે તુર્ત જ અરજી કરી હતી જે અરજી સંદર્ભે મને પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત વર્ષ 2020-21 માં મને રૂ.3,50,000/- ની સહાય મળી હતી.
વધુમાં હેતલભાઈએ જણાવ્‍યું કે, પાકું મકાન બનાવવા માટે મને તબક્કાવાર 6 સ્‍ટેજમાં રૂ.3,50,000/- ની સહાય મળતા સરકારશ્રીની આ યોજનાથી મારૂ ઘરનું ઘર બનાવવાનું સ્‍વ5ન પૂર્ણ થયું છે. જે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.10 ફેબ્રુઆરીના રોજ રાજ્‍ય સરકારશ્રીના નેતૃત્‍વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં તેમજ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાજ્‍યના 33 જિલ્લાઓમાં આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્‍ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસાખાતેથી યોજાનાર છે.
વલસાડ જિલ્લામાં પણ જિલ્લાની 5 વિધાનસભા 178- ધરમપુર, 179- વલસાડ, 180- પારડી, 181- કપરાડા અને 182- ઉમરગામ વિધાનસભા વિસ્‍તારમાં અનુક્રમે 2038, 309, 336, 1634 અને 615 મળી કુલ 4932 આવાસોના લોકાર્પણ કરાશે.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે  ‘બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ”સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

Leave a Comment