Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ,તા.08 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવની હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓને આજે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કુદરતી આફત આવે ત્‍યારે ફસાયેલા લોકોને કઈ રીતે બચાવી શકાય તે વિશેની તાલીમ આપવામાં આવી હતી. એન.ડી.આર.એફ.ના અધિકારીઓ તથા જવાનોએ વિદ્યાર્થીઓને ભારે વરસાદ કે અન્‍ય રીતે પૂર આવે ત્‍યારે, કોઈ ઈમારત કે કંપનીઓમાં લોકો ફસાયા હોય ત્‍યારે, નાના-મોટા તમામ લોકોને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડે ત્‍યારે પંપીંગ કેમ કરવું, લોકોને મોઢા વડે શ્વાસ આપવાની રીત, કોઈપણ સમયે કુદરતી આફત આવે ત્‍યારે આપણી આસપાસ અથવા તો ઘરમાં રહેલ વસ્‍તુઓનો ઉપયોગ કરીને કઈ રીતેબચાવકાર્ય કરી શકાય તે તમામ બાબતોની પ્રાયોગિક રીતે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.
દરમિયાન એન.ડી.આર.એફ.ના જવાનો દ્વારા વિદ્યાર્થીઓ પાસે પણ પ્રાયોગિક કાર્ય કરાવવામાં આવ્‍યું હતું અને તેમના કૌશલ્‍યની ચકાસણી કરી હતી.
તાલીમ દરમિયાન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. જેમાં કુદરતી આફત સમયે અસરગ્રસ્‍ત લોકો તથા પશુઓને બચાવવાની કામગીરીની પણ સમજણ આપવામાં આવી હતી. આ અવસરે શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકો તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Related posts

ચીખલી સહિત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે શાળાઓમાં જ મધ્‍યાહ્‌ન ભોજન બનાવવામાં આવે એ માટેની ઉગ્ર માંગ

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વાપી તીઘરા ગામના ખુનના આરોપીને વાપી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

Leave a Comment