Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર

દમણ જિલ્લાનું 91.42 ટકા અને દીવ જિલ્લાનું 97.91 ટકા અધધ… પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ગુજરાત ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડના જાહેર થયેલા સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકા રહેતાં સંઘપ્રદેશના પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર દેખાઈ રહી છે.
આ વર્ષે દમણ જિલ્લાની સરકારી શાળાનું પરિણામ 95.67 ટકા રહ્યું છે. જે ગયા વર્ષની તુલનામાં 20.74 ટકા વધુ છે.
દમણ જિલ્લાની સરકારી શાળામાં કુલ 254 વિદ્યાર્થીઓએ ધોરણ 12ના સામાન્‍ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 243 ઉત્તિર્ણ થયા હતા. જ્‍યારે ગવર્નમેન્‍ટ એઈડેડ શાળામાં કુલ 218 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 190 પાસ થતાં કુલ પરિણામ 87.16 ટકા આવ્‍યું છે. જે ગત વર્ષ કરતા 24.53 ટકા વધુ છે.
ખાનગી શાળાઓમાં 344 વિદ્યાર્થીઓએ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 313 ઉત્તિર્ણ થતાં 90.99 ટકા પરિણામ રહ્યું હતું. જે ગત વર્ષની તુલનામાં 18.93 ટકા વધુ છે. દમણ જિલ્લાની સરકારી અને ખાનગીશાળા મળી કુલ પરિણામ 91.42 ટકા રહ્યું હતું જે ગત વર્ષ કરતાં 19.36 ટકા વધુ છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહનું પરિણામ પણ આ વખતે 91.93 ટકા જેટલું ઉદાર જાહેર થતાં તેની અસર પણ દમણ જિલ્લામાં દેખાઈ છે.
દીવ જિલ્લામાં 3 સરકારી શાળાનું પરિણામ 100 ટકા રહ્યું છે. દીવ જિલ્લામાં કુલ 382 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 374 પાસ થતાં કુલ પરિણામ 97.91 ટકા રહ્યું હતું જે ગત વર્ષના પરિણામ કરતા 32.42 ટકા વધુ રહ્યું છે.

Related posts

જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાના સક્રિય કાર્યાન્‍વય સંબંધે દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં ટાસ્‍ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા ભવ્‍ય રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

vartmanpravah

Leave a Comment