August 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

ગયા વર્ષ કરતાં 52.42 ટકા પરિણામ વધુ આવતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ગુજરાત બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા આવ્‍યું છે. ગયા વર્ષે 52.42 ટકા પરિણામ રહ્યું હતું. જે આ વખતે ગત વર્ષની તુલનામાં 22.53 ટકા વધુ છે.
દાદરા નગર હવેલીની સરકારી શાળાનું પરિણામ 79.07 ટકા રહ્યું છે અને ખાનગી શાળાનું પરિણામ 83.96 ટકારહેવા પામ્‍યું છે.
દમણમાં સરકારી શાળાનું પરિણામ 91.67 ટકા જે ગત વર્ષની તુલનામાં 2.45 ટકા ઓછું રહ્યું છે. ગયા વર્ષે બોર્ડનું પરિણામ ઓછું આવવા છતાં દમણની સરકારી શાળાનું પરિણામ 94.12 ટકા રહ્યું હતું. દમણ જિલ્લામાં ગવર્નમેન્‍ટ એઈડેડ શાળાનું પરિણામ 73.33 ટકા રહેવા પામ્‍યું છે. જે ગત વર્ષની તુલનામાં 21.47 ટકા વધુ છે. જ્‍યારે ખાનગી શાળાઓનું પરિણામ 63.92 ટકા આવ્‍યું છે જે ગત વર્ષની તુલનામાં 6.26 ટકા વધુ છે.
આમ, દમણ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 70.87 ટકા આવ્‍યું છે.
દીવ જિલ્લામાં સરકારી શાળાઓનું પરિણામ 73.75 ટકા આવ્‍યું છે. ગયા વર્ષે દીવ જિલ્લાની સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ફક્‍ત 33.89 ટકા હતું. જેમાં 39.86 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે.
દીવ જિલ્લાનું કુલ પરિણામ 73.75 ટકા આવ્‍યું છે જે ગત વર્ષની તુલનામાં 39.86 ટકા વધુ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કુલ 74.95 ટકા રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 22. 53 ટકા વધુ છે.

Related posts

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાની સાગરખેડૂ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે

vartmanpravah

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

Leave a Comment