Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

વેચાણ-ધંધાનું લાયસન્‍સ રિન્‍યુ નહીં કરાતા દાદરા નગર હવેલી સિવિલ સપ્‍લાય વિભાગે સાયલી ગામનો માલીબા પેટ્રોલ પંપ સીલ કર્યો: 30 દિવસના અંતરાયમાં ત્રીજો પેટ્રોલ પંપ સીલ કરવાની ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સિવિલ સપ્‍લાય વિભાગ દાનહ દ્વારા પ્રદેશમાં આજે વધુ એક પેટ્રોલ પમ્‍પ સીલ કરવામાં આવ્‍યો હતો. જેના કારણે પેટ્રોલ-ડીઝલ પંપના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાયલી ગામના માલીબા પેટ્રોલિયમ દ્વારા લાયસન્‍સ વગર ડીઝલ અને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા હોવાની બૂમ ઉઠી રહી હતી. પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ-ડીઝલનું વેચાણ માટેનું લાયસન્‍સ ઘણાં સમયથી રીન્‍યુ નહીં કરવામાં આવેલ હોવા છતાં પણ પેટ્રોલ-ડીઝલનું વેચાણ પમ્‍પ ઉપર ચાલુ હતું. આ બાબત સંઘપ્રદેશ સિવિલ સપ્‍લાય વિભાગના ધ્‍યાનમાં આવતા અધિકારીઓએ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શન પ્રમાણે પેટ્રોલ પંપની તપાસ કરી હતી. જેમાં જાણવા મળેલ કે માલીબા પેટ્રોલિયમનું લાયસન્‍સ ઘણાં સમયથી રીન્‍યુ કરવામાં આવેલ નથી. છતાં પણ પેટ્રોલ-ડીઝલની વેચાણપ્રક્રિયા ચાલુ જ રાખવામાં આવી હતી. આવી ગેરરીતિ દાખવવાના કારણે તાત્‍કાલિક સિવિલ સપ્‍લાય વિભાગના અધિકારીઓએ પેટ્રોલપંપને સીલ કરવાનો નિર્ણય લીધો હતો અને અધિકારીઓ દ્વારા પંપ સંચાલકોને તેમનું લાયસન્‍સ વહેલી તકે રીન્‍યુ કરાવવા માટે નિર્દેશ પણ આપવામાં આવ્‍યો હતો.
અત્રે યાદ રહે કે, દાનહમાં એક મહિનામાં આ ત્રીજો પેટ્રોલપંપ સીલ કરવામાં આવ્‍યો હોવાની ઘટના બની છે. જેમાં મોરખલમાં મનીષા પેટ્રોલ પંપ, દાદરામાં રતન પેટ્રોલ પમ્‍પ અને હવે સાયલી ખાતેના માલીબા પેટ્રોલ પમ્‍પને પણ સીલ કરવામાં આવ્‍યો છે.

Related posts

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ તરીકે સોમનાથ-એ

vartmanpravah

લાઈટિંગ

vartmanpravah

વલસાડના ટંડેલ પરિવાર માટે સરકારની મહત્‍વાકાંક્ષી 3 યોજના વરદાનરૂપ સાબિત થઈ: કોરોનાકાળથીઅત્‍યાર સુધી સરકારી અનાજ જ જીવન જીવવાનો આધાર બન્‍યોઃ લાભાર્થી નરેશભાઈ

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

Leave a Comment