January 16, 2026
Vartman Pravah
Breaking Newsનવસારી

તાલુકામાં ગ્રા. પં.ની ચૂંટણી માટે ચીખલી મામલતદાર અને તાલુકા પંચાયત એમ બે કચેરીમાંજ ઉમેદવારી પત્રકો સ્‍વીકારવાની કામગીરી હાથધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 01
ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માત્ર મામલતદાર અને તાલુકા પંચાયત એમ બે કચેરીમાં 18-જેટલા ટેબલો ઉપર ઉમેદવારી પત્રકો સ્‍વીકારવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
આગામી 19-ડિસેમ્‍બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાલુકાની 65-જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્‍યોની ઉમેદવારી પત્રકો સ્‍વીકારવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે મામલતદાર કચેરીમાં અલગ અલગ જગ્‍યાએ આઠ અને તાલુકા પંચાયતમાં દસ મળી કુલ 18-જેટલા ટેબલો ઉપર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને આ માટે 18-18 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી મળી દરેક ટેબલ ઉપર બે-બે અધિકારી ફરજ બજાવી રહ્યા છે.બન્ને કચેરીઓમાં શરૂઆતના બે દિવસોમાં સામાન્‍ય ધસારો જોવા મળી રહ્યો છે.જોકે ટેબલોની સંખ્‍યા વધુ હોવાથી ઉમેદવારોને રાહત થવા પામી છે.
મહત્તમ ગામોમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ સમર્પિત સરપંચોના ઉમેદવારો દ્વારા પોત પોતાની પેનલ તૈયાર કરવામાં વ્‍યસ્‍ત છે. જોકે ભાજપ તરફ ધસારો વધુ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ પણ ગામે ગામ ગરમાવ પામ્‍યું છે. કેટલીક ગ્રામ પંચાયતો સમરસ કરવાનાપણ પ્રયત્‍નો સ્‍થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આજે તાલુકાના મોટા પૈકી ઘેજ ગામમાં સરપંચ પદ માટે વિનોદભાઇ પટેલે કારીબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, મહિલા મોરચર્સના મહામંત્રી અનુસૂયાબેન, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી.બી.પટેલ, અગ્રણી શ્રી કમલેશભાઈ, પદ્માબેન, શ્રી ભીખુભાઇ સહિતનાની ઉપસ્‍થિતિમાં શ્રી સુરેશભાઇ દેસાઈ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આ ઉપરાંત વાંઝણા સહિત તલાવચોરા, મલિયાધરા સહિતના ગામોમાં પણ સરપંચ અને વોર્ડ સભ્‍યોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રકો રજૂ કરાયા હતા.

Related posts

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝમાં વાઈપર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

vartmanpravah

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

Leave a Comment