Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

  • કોરોનાકાળના 2 વર્ષ બાદ ‘માનવતા માટે યોગ’ થીમ પર ઉજવણીમાં જિલ્લામાં અંદાજે દોઢ થી બે લાખ લોકો જોડાશે

    રાજ્‍ય સરકાર દ્વારા યોગ આઈકોનિક સિરિઝ માટે વલસાડના તિથલ બીચની પસંદગી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.16
કોરોના કાળના 2 વર્ષ બાદ આગામી તા. 21 જૂને સરકારશ્રીના રમત ગમત યુવા અનેસાંસ્‍કળતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ વલસાડ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ઉજવણી ‘માનવતા માટે યોગ’ થીમ પર થનાર છે. જિલ્લાભરમાં થનાર આ ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર ક્ષિપા આગ્રેના અધ્‍ય્‍ક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જિલ્લા કક્ષાની ઉજવણી પારનેરા પારડીના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે શિવાંસ હોલમાં અને તિથલ સ્‍વામિનારાયણ મંદિરના ડોમમાં થનાર છે.
જિલ્લા કલેક્‍ટરે જણાવ્‍યું કે, જિલ્લામાં શાળા, કોલેજ, આઈટીઆઈ, આરોગ્‍ય કેન્‍દ્રો, પોલીસ મથકો, પોલીસ હેડક્‍વાર્ટર અને જેલ સહિતની સરકારી અને ખાનગી તમામ જાહેર સ્‍થળો પર 21 જૂને સવારે 7થી 8 કલાક દરમિયાન યોગ દિનની ઉજવણી થનાર છે. યોગ દિનની શાનદાર ઉજવણી થાય તે માટે સરકારશ્રી દ્વારા યોગ આઈકોનિક સિરિઝ શરૂ કરાઈ છે. જેમાં વલસાડના તિથલ બીચની પસંદગી કરવામાં આવી છે. જ્‍યાં એક સપ્તાહ સુધી ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના યોગ કોચ અને પતંજલિ યોગ સમિતિના યોગ ટ્રેનર દ્વારા યોગ શિબિર થઈ રહી છે. કોરોનાકાળના બે વર્ષ બાદ થનારી આ ઉજવણીમાં લોકો ઉત્‍સાાહભેર જોડાઈ તે માટે વલસાડ જિલ્લામાં અલગ અલગ જગ્‍યાએ અંદાજે દોઢ થી બે લાખ લોકો જોડાય તેવું આયોજનકરવામાં આવ્‍યું છે. વધુમાં કલેકટરશ્રીએ જણાવ્‍યું કે, હાલની પરિસ્‍થિતિને ધ્‍યાોને લઈ માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સ સહિતની ગાઈડલાઈન સાથે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.
આંતરરાષ્‍ટ્રીય યોગ દિનની ઉજવણી તાલુકા કક્ષાએ વલસાડ તાલુકામાં તિથલ સાંઈ બાબા મંદિર હોલ, પારડીમાં દમણીઝાંપા પાસે સાંઈ દર્શન હોલ, ધરમપુરમાં બામટીની આદર્શ નિવાસી શાળા, કપરાડામાં આનંદ નિકેતન એકલવ્‍ય રેસિડેન્‍સિયલ સ્‍કૂલ, ઉમરગામમાં એમ.એમ.હાઈસ્‍કૂલ અને વાપી જીઆઈડીસીમાં અંબા માતાના મંદિર પાસેની પ્રાથમિક શાળામાં થશે. જ્‍યારે પાલિકા કક્ષાએ વલસાડમાં મ્‍યુાનિસિપલ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ અને નગરપાલિકાના પાકિર્ંગ પ્‍લાોટ, ધરમપુરમાં મહારાણા પ્રતાપ મેરેજ હોલ, પારડીમાં ધીરૂભાઈ સત્‍સંગ હોલ, વાપીમાં રોફેલ કોલેજ અને ઉમરગામમાં બારીયા સમાજના હોલમાં યોગ દિવસની ઉજવણી થશે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મહેશભાઈ પટેલ અને જિલ્લાના પ્રિન્‍ટ તથા ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજન

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્‍ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને ચેસ રમવાની હરીફાઈ રખાઈ

vartmanpravah

Leave a Comment