Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણવઈના સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ ખાતે ફિલ્‍ડ ડે અંતર્ગત કપરાડાના ખેડૂતો માટે પ્રત્‍યક્ષ ખેતીનું નિદર્શન યોજાયું

છેલ્લા 30 દિવસથી નવસારીની અસ્‍પી કોલેજના હોર્ટિકલ્‍ચર વિભાગના વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડના સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ ફોર ફલોરીકલ્‍ચર એન્‍ડ મેંગો, ચણવઈ ખાતે ફિલ્‍ડ ડે અન્‍વયે કપરાડા તાલુકાના 60 જેટલા ખેડૂતોએ સેન્‍ટર પર નિદર્શન કરવામાં આવ્‍યું હતું.. છુટા ફૂલોની ખેતી જેમાં ગલગોટા, દેશી ગુલાબ, ગ્‍લેડીયોલ્‍સ, રજનીગંધા, સેવતી, ગોલ્‍ડન રોડ વગેરેનીતેમજ રક્ષિત ખેતીમાં ઓર્કિડ, એન્‍થુરીયમ, જીપ્‍સોફીલા, સોંગ ઓફ ઈન્‍ડિયા, ડચ રોઝ, જર્બેરા, હાઈબ્રીડ સેવંતી વગેરેના નિદર્શન પ્‍લોટની મુલાકત લઈ પ્રત્‍યક્ષ ખેતીનું માર્ગદર્શન, માહિતી તેમજ તેની વેચાણ વ્‍યવસ્‍થા વિશે જાણકારી મેળવી હતી.
તેમજ આ સેન્‍ટર ખાતે છેલ્લા 30 દિવસથી અસ્‍પી કોલેજ ઓફ હોર્ટીકલ્‍ચર નવસારીનાં 70 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. એ તાલીમ પૂર્ણ થયાના અનુલક્ષે એમનો વિદાય સમારંભની યાદગીરી માટે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બાગાયત ખાતાના તમામ અધિકારી મિત્રો સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં બાગાયત ખાતાના વડા ડૉ. પી. એમ. વઘાસીયા કળષિ ભવન, ગાંધીનગર ખાતેથી ઓનલાઈન માધ્‍યમથી જોડાઈ વિદ્યાર્થીઓને બાગાયત ક્ષેત્રે ઉભી થનારી તકો અને એ તકોને અવસરમાં બદલી ઉચ્‍ચ કારકિર્દી માટે પ્રોત્‍સાહિત કર્યા તેમજ ઉપસ્‍થિત ખેડૂતોને બાગાયતી ખેતી થકી આત્‍મનિર્ભર થાય, એમની આવક બમણી થાય અને અન્‍ય ખેડૂતોને દાખલારૂપ ખેતીથી બાગાયત ખેતી તરફ વળે એ માટે બાગાયત ખેતીની માહિતી આપી અને ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવ્‍યો.
આ કાર્યક્રમમાં નવસારી અને સુરત જિલ્લાનાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.કે. પડાળીયા દ્વારા વિદ્યાર્થીઓને બાગાયત ક્ષેત્રને એ ઉદ્યોગતરીકે કારકિર્દીમાં આગળ વધવા અપીલ કરી તેમજ જિલ્લાનાં નાયબ બાગાયત નિયામકશ્રી એન. એન. પટેલ દ્વારા ખેડૂત મિત્રોને બાગાયત ખાતાની યોજનાઓ વિશે માહિતગાર કરી લાભ લેવા જણાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાનાં બાગાયત ખાતાના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્‍યો.

Related posts

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

દીવમાં સુશાસન સપ્તાહ અંતર્ગત વણાકબારા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્‍યાણના કામોનું કરેલું ઉદ્‌ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા

vartmanpravah

પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાલક-બાલિકા સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment