September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

વિભાગીય કચેરી હેઠળના તમામ ડેપો તથા વિભાગીય યંત્રલાયના 500થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: એસ.ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા તા.09 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 11:30 વાગ્‍યે માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે વિભાગના વિભાગીય કચેરી ખાતેથી વિભાગના તમામ ડેપો જેમાં નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર, આહવા ડેપો તથા વિભાગીય યંત્રલાય સહિતના તમામ એકમોનું સંકલન કરી, ઓનલાઈન વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.
આ ઓનલાઈન વિડીયો કોન્‍ફરન્‍સમાં અંદાજિત 500 થી વધુ ડ્રાયવર, કંડક્‍ટર,મિકેનિક સહિત કર્મચારીઓ, અધિકારીઓ અને સુપરવાઈઝરો એ ભાગ લીધો હતો. જેમાં વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ દ્વારા સુરક્ષા અને સલામતી સાથે સબંધિત બાબતો અંગે માર્ગદર્શન આપી સમજ આપવામાં આવી હતી. કર્મચારીઓના પ્રશ્નોને પણ વાચા આપી તેવા પ્રશ્નોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
એસ.ટી. નિગમમાં ઓનલાઈન માધ્‍યમથી આ પ્રકારના સેમિનારના આયોજન બાબતે એસ.ટી. વલસાડ વિભાગ ખાતેથી સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી છે. સાંપ્રત સમયે ટેક્‍નોલોજીના વિકાસ સાથે તેના ઉપયોગ સાથે સમયના બચત અને મહત્તમ કામદારોને આવરી લઈ અસરકારક કામગીરીની દિશામાં નવીન શરૂઆત થવા પામી છે.

Related posts

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

મોરાઈમાં કાર્યરત આર.ઓ.બી.નો સ્‍લેબ ધરાશાયી

vartmanpravah

Leave a Comment