April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવ

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલ ચેર અર્પણ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલે પટલારામાં રહેતી જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલચેરની ભેટ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, પટલારાના બોરિયા તળાવ વિસ્‍તારમાં રહેતી વૃદ્ધ મહિલા શ્રીમતી દેવલીબેન કેશવભાઈ હળપતિને વૃદ્ધાવસ્‍થા અને શારીરિક અશક્‍તતાને કારણે ચાલવામાં તકલીફ પડતી હતી. આ અંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલને જાણ થતાં તેમણે વ્‍યક્‍તિગત રીતે વ્‍હીલચેરની વ્‍યવસ્‍થા કરી જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને ઉપલબ્‍ધ કરાવી હતી. આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપનાપૂર્વ પ્રમુખ શ્રી બાલુભાઈ પટેલ, કિસાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી ધનસુખ પટેલ અને દમણ જિલ્લા ભાજપના મંત્રી શ્રી કલ્‍પેશભાઈ સીતારામ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022નું કરાયેલુ આયોજન

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment