Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પાવર લિફિટંગ સ્‍પર્ધાનું આયોજન તારીખ 21/08/2023ના રોજ એ.ડી. પટેલ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેકનોલોજીકલ. ન્‍યુ વલ્લભ વિદ્યાનગર કોલેજમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનો ફાઈનલ યર બીફામનો વિદ્યાર્થી સત્‍યમ મનોજ કુમાર મિશ્રાએ (74.જીકે). વેટ કેટેગરીમાં બ્રોન્‍સ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમજ નવસારી ખાતે એસ.એસ. અગ્રવાલ મેનેજમેંટ અને ટેકનોલોજી કોલેજ ખાતે તારીખ 23/09/2023 ના રોજ ભાઈઓ તેમજ બહેનો માટેની બેસ્‍ટ ફીઝીક્‍સ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજનો ફાઇનલ યર બી. ફાર્મનો વિદ્યાર્થી સુનીલ ચૌહાણએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અને આગળ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથીઓલ ઈન્‍ડિયા યુનિવર્સિટીયમાં ભાગ લેવા જશે. આ સ્‍પર્ધા માટેનું સમગ્ર ટ્રેનિંગ, સંપૂર્ણ માર્ગદર્શન એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર તથા આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તૈયારી કોલેજના ફીઝીકલ ઈન્‍સ્‍ટ્રકટર શ્રી પ્રિયંક પટેલ તેમજ જીમ ટ્રેનર મોહમદ ફેઝાન રોયલ જીમ દમણ દ્વારા આપવામાં આવ્‍યું હતું.
આ સફળતા બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહની સર્વાંગી સમૃદ્ધિ અને વિકાસના વિશ્વાસ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય મુલાકાત સંપન્ન

vartmanpravah

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

મોટી દમણના કચીગામની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલનો વાર્ષિક રમતોત્‍સવ સંપન્ન

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

એન્‍ટિ-રેગિંગ કાયદા વિશે માહિતી માટે આજે દમણની કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment