Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વેરાવળ,તા.09 : કૉંગેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ‘ઓબીસી’ અંગે અશોભનીય નિવેદન આપ્‍યું છે, તેના વિરોધ માટે આજે બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી મયંકભાઇ નાયકની સૂચના અનુસાર કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા શ્રી રાહુલ ગાંધીના પૂતળાં દહન તેમજ ‘રાહુલ ગાંધી માફી માંગે’ એવો કાર્યક્રમ ગીર-સોમનાથ જિલ્લાના મુખ્‍ય મથક એવા વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્‍દ્રભાઈ પીઠિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો.(ડૉ.)જીવાભાઈ વાળા, મહામંત્રી શ્રી ડી. ક.ે નિમાવત, પ્રદેશ કારોબારી સભ્‍ય શ્રી ભીમભાઈ વાયલુ, શ્રી અરવિંદ ધરેચા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી હરિભાઈ વાળા, મહિલા મોરચાના પ્રમુખ ડૉ. નિશાબેનગોહિલ, શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી જયેશ પંડ્‍યા, અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી કાંતિભાઈ ચૂડાસમા, શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી ગજેન્‍દ્ર ગોસ્‍વામી, બક્ષીપંચ મોરચાના હોદેદારો, સંગઠનના હોદેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ અને બક્ષીપંચ સમાજના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ અવસરે શ્રી મહેન્‍દ્રભાઈ પીઠીયા અને શ્રી વિશાલભાઈ ટંડેલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગીર-સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ પ્રો.(ડૉ.)જીવાભાઈ વાળાએ ‘શરમ કરો શરમ કરો, રાહુલ ગાંધી શરમ કરો’ વડાપ્રધાન મોદીનું અપમાન ઓબીસી સમાજનું અપમાન છે, જેવા સૂત્રોચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી દમણ-દીવ પ્રદેશ ભાજપ કારોબારી કમિટી સભ્‍ય શ્રી કિર્તીભાઈ ગોહિલ અને દીવના શ્રી મનોજ બારીયા પણ જોડાયા હતા.

Related posts

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ રેસલિંગ ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવના પાંચમા વિલીનીકરણ દિવસ નિમિત્તે સંઘપ્રદેશના સર્વાંગી વિકાસનો સૂર્યોદયઃ નવી આશા-આકાંક્ષાનો જયઘોષ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

Leave a Comment