June 26, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

ધરમપુરના મજુર વિપુલ જયેશ દડવી ચોરી કરતા સી.સી.ટી.વી.માં દેખાતા ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ નજીક આવેલ જાણીતા યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં મંગળવારની રાતે દાનપેટીમાંથી રોકડા રૂપિયાની ચોરી થતા વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વલસાડ પારનેરાડુંગર ઉપર રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના પૂજારી રાતે મંદિરની દાનપેટીમાં એલ્‍યુમિનિયમના ડબ્‍બામાં 2500 રૂપિયા રોકડા રાખીને ઘરે ગયા હતા. સવારે પૂજારી કૌશિકભાઈ ધીરૂભાઈ પટેલ મંદિરમાં આરતી પૂજા કરવા આવેલા ત્‍યારે દરવાજાનું તાળુ તૂટેલું જોયેલું તેમજ ઉપરનું પતરું પણ તુટેલું જોયું. દાનપેટીમાં તપાસ કરી તો રાતે રાખેલ રૂપિયા ચોરી થઈ ગયેલા જણાયા હતા તેથી પૂજારીએ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા તો મંદિરમાં રિપેરીંગ મજુરી કામે આવતા મજુર વિપુલ જયેશ દડવી મંદિરમાં ચોરી કરતો જણાયો હતો. તેથી પૂજારી કૌશિકભાઈ પટેલએ રૂરલ પોલીસમાં ધરમપુર રહેતા મજુર વિપુલ જયેશ દડવી વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે સર્વિસ રોડ ઉપર વરસાદી ખાડામાં ટેમ્‍પો પટકાતા પલટી મારી ગયો

vartmanpravah

દમણ પોલીસને મળેલી સફળતાઃ ભેંસલોર સ્‍થિત બંધ પીસીએલ કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

સેલવાસમાં પતંગના દોરાથી એક યુવાનને ઈજા : ગાલ અને હોઠ ઉપર ગંભીર ઈજાઃ 15 ટાંકા આવ્‍યા

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી

vartmanpravah

Leave a Comment