Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

રાજ્‍યના અધિક મુખ્‍ય સચિવ એસ.જે.હૈદરે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામની મુલાકાત લઈ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.15: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી તા.22 ફેબ્રુઆરીના રોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પધારનાર છે. વાંસી-બોરસી ખાતે પી.એમ.મિત્ર પાર્કના યોજાનારા કાર્યક્રમ સંદર્ભે રાજ્‍યના અધિક મુખ્‍ય સચિવ શ્રી એસ.જે.હૈદર, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્‍યક્ષ અને વહીવટી સંચાલક શ્રી રાહુલ ગુપ્તા સહિતના રાજ્‍યના ઉચ્‍ચ અધિકારીશ્રીઓએ વાંસી-બોરસી ગામની મુલાકાત લઈ જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
અધિક મુખ્‍ય સચિવ શ્રી એસ.જે.હૈદરે જલાલપોર તાલુકામાં યોજાનારા કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ સ્‍થળ તેમજ કાર્યક્રમના આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી.
અધિક મુખ્‍ય સચિવ શ્રી એસ.જે.હૈદરે કાર્યક્રમના સુચારૂ સંચાલન બાબતે ઉપસ્‍થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તદ્દઉપરાંત પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે નિયુક્‍ત કરવામાંઆવેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમને જરૂરી સૂચનો કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન સુરત મ્‍યુનિસિપાલ કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, વાંસદા પ્રાયોજના વહીવટદાર શ્રી આનન્‍દુ સુરેશ સહિત ઉચ્‍ચ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

Related posts

દાદરા દેમણી ફળિયામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીની ઉપર સિક્‍યુરીટી ગાર્ડે ચાકુ વડે કરેલો હુમલો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાનઃ ધરમપુર, કપરાડા, પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

vartmanpravah

વાપી સ્‍ટાર્ટઅપ કમ્‍યુનિટી દ્વારા જિલ્લામાં પ્રથમ વાર કોન્‍કલેવ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ પદનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ દીપેશભાઈ ટંડેલનું પુનરાવર્તન કે પછી પરિવર્તન?

vartmanpravah

Leave a Comment