Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), 15: ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદાતાલુકાના કાર્યકરોની બેઠક યોજાઈ હતી.
વાંસી-બોરસીમાં પીએમ મિત્રા ટેક્‍સટાઈલ પાર્કના ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આગમનને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.
ચીખલીમાં જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહ, મહામંત્રી ડોક્‍ટર અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક, ઉપપ્રમુખ વિરલ વ્‍યાસ, જીગરભાઈ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્‍ય ડોક્‍ટર અમીતાબેન પટેલ, કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ, પૂર્વ એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલ, ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રાકેશભાઈ, નવસારી જિલ્લા કિસાન મોરચાના આઈટી સેલના સહ ઈન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી સહિત નાની ઉપસ્‍થિતિમાં ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકાના ભાજપના સંગઠનના હોદ્દેદારો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા સભ્‍યો, સરપંચોને માર્ગદર્શન આપતા ભાજપના નવસારી લોકસભાના પ્રભારી અશોકભાઈ ધોરાજીયાએ જણાવ્‍યું હતું કે ભાજપની મોદી સરકાર પીએમ મિત્રા ટેક્‍સટાઈલ પાર્કની આપણા જિલ્લાને મોટી ભેટ મળી છે. આ પ્રોજેક્‍ટ સાકાર થતા હજારો લોકોને રોજગારી મળશે એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે. આગામી 22મી ફેબ્રુઆરીના રોજ આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વાસી બોસીમાં ટેક્‍ટર પાર્કના ખાતમુહૂર્ત માટે આવી રહ્યાછે ત્‍યારે સમગ્ર જિલ્લો અને નવસારી લોકસભા બેઠકના વિસ્‍તારમાં કાર્યકરોમાં અનેરો ઉત્‍સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે. હજારો લોકો વડાપ્રધાનને આવકારવા ઉત્‍સુક છે ત્‍યારે આપણા વિસ્‍તારમાંથી પણ બહોળી સંખ્‍યામાં લોકો લાભ લેતે માટે તંત્રને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. વધુમાં જરૂરી સંકલન માટે જિલ્લા પંચાયતની બેઠક દીઠ સમિતિની પણ રચના કરવામાં આવશે તેમ અશોકભાઈ ધોરાજી એ જણાવ્‍યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ સહાય કાર્યકરોને ઉત્‍સાહ વધારતા જણાવ્‍યું હતું કે, આપણે હવે બે મહિના આરામ કરવાનો નથી તેમણે વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારી સાથે ગાવ ચલો અભિયાનની સફળતા માટે કાર્યકરોને અભિનંદન પાઠવ્‍યા હતા. મહામંત્રી ડોક્‍ટર અશ્વિનભાઈ પટેલે આગામી દિવસોમાં લાભાર્થીઓના સંપર્કના અભિયાનની જાણકારી આપી હતી. બેઠકનું સંચાલન યુવા મોરચા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીના શિવાલિક હાઈટ્‍સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

ગુજરાત બોડી બિલ્‍ડર્સ એસોસિએશનના ઉપક્રમે દાનહઃ ડોકમરડી સ્‍થિત ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં ગુજરાત બોડી બિલ્‍ડીંગ અને ફિટનેશ ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

Leave a Comment