October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

(તસવીર-અહેવાલ દીપક સોલંકી ચીખલી)
ચીખલી, તા.06
ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ કરાયાને સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડ ના ઠેકાણા નહી હોવાથી વાહનચાલકોના માથે જોખમ યથાવત રહેવા પામ્‍યો છે
હાઇવે ઓથોરિટીના બેદરકારીભર્યા વહીવટમાં મજીગામ-થાલા વચ્‍ચેની લંબાઇમાં વર્ષોથી સર્વિસ રોડનું કામ અધ્‍ધરતાલ કરતા રહેવા પામ્‍યું છે. દિવસ-રાત વાહન વ્‍યવહારથી ધમધમતા નેશનલ હાઈવે પર મલવાડા-મજીગામફાટકનો વિસ્‍તાર અકસ્‍માત ઝોન બની જવા પામ્‍યો હતો અને જે સમસ્‍યાના નિવારણ માટે સ્‍થાનિકોને વર્ષો જૂની માંગને ધ્‍યાનમાં લઇ હાઇવે ઓથોરિટી દ્વારા મલવાડા મજીગામ ફાટક પાસે કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું અને આ અંદર પાસ વાહનચાલકો માટે ગત મે માસમાં જ ખુલ્લો મૂકી દેવાયો હતો.
અંડર પાસ પર વાહન વ્‍યવહાર શરૂ કર્યાને સાતેક માસ વિતવા છતાં સર્વિસ રોડનું અધૂરું કામ કોઈક કારણોસર પુરું કરાયું નથી અને આજે સર્વિસ રોડના અધૂરા કામને પગલે અંડરપાસનો પૂરતો મતલબ ન રહેવા સાથે વાહનચાલકોના માથે જોખમની સ્‍થિતિ યથાવત રહેવા પામી છે.
નેશનલ હાઈવે પર મજીગામથી થાલા વચ્‍ચેની લંબાઈમાં મલવાડા અંડરપાસ પાસે કાલાખાડી નજીક, કસ્‍તુરી ટ્રેડર્સ સહિતના વિસ્‍તારમાં વર્ષોથી સર્વિસ રોડનું કામ અધૂરું છે અને જૈસે-થેની સ્‍થિતિમાં જોવા મળી રહ્યું છે. ખરેખર હાઈવે ઓથોરિટીએ સર્વિસ રોડના અધૂરા કામ પૂર્ણ કરવા આળસ ખંખેરવી જોઈએ. આમ તો નેશનલ હાઇવેનું વિસ્‍તળતીકરણ કરીને સિક્‍સ લેન કરાયાને પણ ઘણા વર્ષો વીતી ગયા છે. તેમ છતાં સર્વિસ રોડની પૂર્ણ કરવામાં આવ્‍યો નથી. સત્તાધારી ભાજપ પક્ષના ચૂંટાયેલા નેતાઓની પણ નિષ્‍ક્રિયતા પણ આ માટે જવાબદાર જણાઈ રહીછે.
થાલાના અનિલભાઈ આહીરના જણાવ્‍યાનુસાર થાલમાં કસ્‍તુરી ટ્રેડર્સ પાસે સએવીસ રોડ અડગુરો હોવાથી ચીખલી તરફ જવા માટે હાઇવે પર રોંગ સાઈડે ચઢવું પડે છે અને આવી સ્‍થિતિમાં રાત્રી દરમ્‍યાન જોખમ વધી જવું હોય છે. ત્‍યારે સર્વિસ રોડની અધૂરી કામગીરીથી લોકો ભારે મુશ્‍કેલી વેઠી રહ્યાં છે.

Related posts

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

વાઘછીપામાં થયેલ લૂંટ અને ખૂનની કોશિશના આરોપીઓ ઝબ્‍બે

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની મહિલા કંડક્‍ટર આત્‍મહત્‍યા કેસમાં દિકરીના ન્‍યાય માટે પિતાએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં અધિકારી નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

Leave a Comment