August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ

કોલસો, રેતી, માટી ભરેલી ટ્રકો સામે આર.ટી.ઓ. ઓફીસર કે.જી. પટેલે કરેલી સખ્‍ત કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લામાં રેતી, કોલસો, માટી ભરેલી ટ્રકો પૈકી કેટલાક ટ્રક માલિકો જરૂરી કાયદાનું પાલન નહી કરતા હોવાની વિગતો આર.ટી.ઓ. કચેરીને ધ્‍યાને આવતા શનિવારે આર.ટી.ઓ. વિભાગ દ્વારા કાયદાનો કોરડો વિંઝાયો હતો. જેમાં 7 જેટલી ટ્રકો ગેરરિતી વાળી મળી આવતા ટ્રક ઝડપી લઈને રૂા.1.50 લાખનો દંડ ફટકારાયો હતો.
વલસાડ આર.ટી.ઓ. ઓફીસર કે.જી. પટેલએ એકલા હાથે રેતી, કોલસો, માટીની હેરાફેરી કરતી ટ્રકોનું ચેકીંગ અચાનક હાથ ધર્યું હતું. જેમાં સાત ટ્રકો ગેરરિતી કર્યાનું મળી આવતા આર.ટી.ઓ. અધિકારીએ તમામ 7 ટ્રકો ઉપર રૂા.1.50 લાખનો દંડ કરી ટ્રકોને આર.ટી.ઓ. કમ્‍પાઉન્‍ડમાં પાર્ક કરી દેવાઈ હતી. આર.ટી.ઓ. દ્વારા થયેલ દંડનીય કાર્યવાહીથી ટ્રક માલિકોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી.

Related posts

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

નંદીગ્રામ ખાતે ચાલી રહેલી કુમાર સંસ્‍કાર શિબિરની પૂર્ણાહુતિ

vartmanpravah

ઉમરગામમાં માસુમ બાળા સાથે થયેલી દુષ્‍કર્મની ઘટના

vartmanpravah

વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એસએલપી ટ્રોફી સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

પારડી તાલુકામાં લોન આપવાના બહાને લોકોને છેતરનારો ચીખલીનો ઈસમ ઝડપાયો

vartmanpravah

Leave a Comment