Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના તલાવચોરા હાઈસ્‍કૂલમાં વાર્ષિક મહોત્‍સવની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: શ્રી નવજીવન કેળવણી મંડળ સંચાલિત આઈ. સી. દેસાઈ હાઈસ્‍કૂલ અને આર. ડી. પટેલ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા તલાવચોરામાં વિદ્યાર્થીઓના વાર્ષિક મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતં. ‘‘પૂર્ણતાનું પ્રગટીકરણ એ જ કેળવણી” ને વ્‍યાખ્‍યાયિત કરતાં બાળકોમાં રહેલી વિવિધ પ્રતિભાઓને પ્રદર્શિત કરતા બાળકો દ્વારા એક પાત્રીય અભિનય નાટક અને ડાન્‍સ કળતિ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ જે સિદ્ધિઓ હાંસલ કરી હતી તે તમામ વિદ્યાર્થીઓને ઈનામોથી નવાજવામાં આવ્‍યા હતા. શાળામાં આચાર્ય તરીકે 30 વર્ષની સેવા બજાવનાર મોરારભાઈ લલ્લુભાઈ પટેલ (માજી આચાર્ય) એ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. સોલધરા ગામના વતની ડો.હરીશભાઈ પટેલ જે હાલે અમેરિકા સ્‍થાયી થયેલ છે તેઓ મુખ્‍ય મહેમાન પદે તેમજ માજી જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના નવા મકાનના બાંધકામ માટે આર્થિક સહભાગી બની મહેમાનોએ કાર્યક્રમને ફળદાયી બનાવ્‍યું હતું.
શ્રી નવજીવન કેળવણી મંડળનાપ્રમુખ બળવંતભાઈ પટેલ મંત્રી રાજેન્‍દ્રભાઈ પટેલ સમગ્ર ટ્રસ્‍ટી મંડળ શાળાના આચાર્ય અનિલકુમાર ટંડેલ અને સમગ્ર શાળા સ્‍થાપે ભેગા મળી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. બાળકોએ જુદી-જુદી સાંસ્‍કળતિક કળતિઓ રજૂ કરી કાર્યક્રમમાં પોતાની સહભાગીતા દર્શાવી હતી.

Related posts

ધરમપુર હાઈવે ચોકડી પરથી દારૂના જથ્‍થા સાથે ત્રણ વિદેશી ઝડપાયા

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડની સેગવા પ્રાથમિક શાળામાં કુદરતી આપત્તિ માર્ગદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

Leave a Comment