July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

સુચિત વાઢવણ દહાણું વાણિજ્‍ય બંદર માટે સ્‍થાનિકોનો કરાય રહ્યો છે વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર મનોર-દહાણું વચ્‍ચે આજે મહારાષ્‍ટ્ર પોલીસનો કાફલો ખડકાયો હતો. અહીં બનનાર વાઢવણ વાણિજ્‍ય બંદરનો લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તે માટે રસ્‍તા રોકો આંદોલનની ચિમકી બાદ પોલીસ એકશનમાં આવી ગઈ હતી.
દહાણું પાસે વાઢવણમાં નવિન વાણિજ્‍ય બંદર બનાવવાની જાહેરાત બાદ સ્‍થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ શરૂ થઈ ગયો હતો. આંદોલનકારીઓએ આજે ગુરૂવારે રસ્‍તા રોકો આંદોલનનું એલાન આપ્‍યું હતું. હાઈવે બંધ કરવાની અપાયેલી ચિમકી બાદ મહારાષ્‍ટ્ર પોલીસ એકશનમાં આવી ગઈ હતી. અમદાવાદ-મુંબઈ હાઈવે હાર્ટલાઈન છે. બંધ કે રસ્‍તા રોકો આંદોલનને લઈ હાઈવે પ્રભાવિત ના થાય એ માટે હાઈવે ઉપર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્‍યો હતો. જો કે પોલીસની દરમિયાનગીરીને લઈ હાઈવે ટ્રાફિક આવાગમન ઉપર કોઈ ખાસ અસર પડી નહોતી.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

કપરાડાની હુડા પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર નીકળી

vartmanpravah

વાપી ડુંગરામાં મજૂરને વાઈપર કરડયા બાદ ફોન કરાતા રેસ્‍ક્‍યુ ટીમે વાઈપરનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

પારડીના રેંટલાવ ખાતે ભરબપોરે આશરે બે લાખ રૂપિયાની ચોરી: અજાણ્‍યા બે ઈસમો સીસી ટીવી કેમેરામાં કેદ

vartmanpravah

અમદાવાદ એલસીબીએ રૂ.27.97 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચીખલીમાં મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ જેટલા રીઢા ચોરોને દબોચી લીધા

vartmanpravah

Leave a Comment