July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: સુરત પાંડેસરા ખાતે રહેતા એલિસ ગોવિંદભાઈ પોતાના મિત્ર પ્રશાંત સાથે પોતાની વરના કાર નંબર જીજે 05 જીઆર 4932 લઈ વાપી કામ અર્થે આવ્‍યા હતા. વાપીથી કામ પતાવી સુરત પરત ફરતા સમયે પારડી મહેતા હોસ્‍પિટલ સામેના ઓવરબ્રીજના શરૂઆતમાં ડિવાઈડર સાથે તેઓની વરના ગાડી નંબર જીજે 05 જીઆર 4932 ધડાકાભેર અથડાતા પલટી મારી શીર્ષાસનની સ્‍થિતિમાં આવી ગઈ હતી. જોકે ગાડીમાં સવાર ચાલક સહિત બંને મિત્રોનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
આજુબાજુના સ્‍થાનિકો તથા અન્‍ય લોકો ભેગા થઈ જતા અને ટ્રાફિક પોલીસનાપરેશભાઈ અને તોફિકભાઈ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી જઈ ક્રેન મંગાવી ક્રેન અને લોકોની મદદથી તાત્‍કાલિક ગાડીને સીધી કરી હાઇવે થી હટાવી લઈ ટ્રાફિક હળવો કર્યો હતો.

Related posts

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

સેલવાસના કૃષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશન દ્વારા આયોજીત ‘બ્રેસ્‍ટ કેન્‍સર અવરનેશ’ મેરેથોનમાં 1500થી વધુ લોકોએ લગાવેલી દોડ

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

Leave a Comment