ઘરના બદલામાં ઘર અને જમીનના બદલામાં જમીન માંગી રહ્ના છે લોકો
કંપની દ્વારા વળતર અંગેની કોઈ જાણકારી ન અપાતા
પ્રાંત કચેરી ખાતે શરૂ થઈ છે સુનાવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી તાલુકાના કુંભારીયા, સુખલાવ, વેલપરવા, તીઘરા તથા સરોધી જેવા ગામોમાંથી પાવરગ્રીડ ઓફ ઈન્ડિયા કંપનીની હાઈટેન્શન લાઈન પસાર થઈ રહી છે. વચ્ચે આવતા જમીન તથા ઘર માલિકોને પોતાની જમીન તથા ઘર ખાલી કરી આપવા માટેની નોટીશ કંપની દ્વારા આપવામાં આવી છે પરંતું આ જમીન અને ઘર અંગેના વળતરની જાણ કરવામાં આવી નથી.
મુશ્કેલીમાં મુકાયેલા જમીન અને ઘર વિહોણા થયેલા લોકોના પ્રશ્નોની સુનવણી આજરોજ પારડી મામલતદારના પ્રાંત કચેરી ખાતે સુનવણી શરૂ થઈ રહી છે.
ભારત સરકાર કે રાજ્ય સરકારને ખેડૂતો પોતાની જમીન અને ઘરો આપવા માટે તૈયાર છે પરંતુ આ ઘર અને જમીનના બદલામાં એમને યોગ્ય વળતર અથવા જમીનના બદલામાં જમીન અને ઘરના બદલામાં ઘર મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને એ માટે સરકાર અથવા સ્થાનિક નેતાઓ આગળ આવી ખેડૂતોની માંગ પૂર્ણ કરે એવી માંગ ખેડુતો કરી રહ્યા છે.