October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

પત્રકારત્‍વની વાપીથી કારકિર્દી શરૂ કરનાર આનંદ પટણી છેલ્લે ગુજરાતી ન્‍યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્‍ટમાં ફરજ બજાવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીનાઆશાસ્‍પદ 45 વર્ષિય ટી.વી. ન્‍યુઝ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં મહાવિર હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજતા દક્ષિણ ગુજરાતની પત્રકાર આલમમાં શોકની ઘેરી લાગણી છવાઈ જવા પામી હતી.
વાપીમાં રહેતા પરંતુ નોકરી અર્થે સુરત સ્‍થાયી થયેલા ટી.વી. ન્‍યુઝ પત્રકાર આનંદ પટણીએ ગત રાતે હૃદય રોગની સારવારમાં મહાવિર હોસ્‍પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. ગુજરાતી ઈ-ટીવી ન્‍યુઝ અમદાવાદ તથા ગુજરાત ફસ્‍ટ ન્‍યુઝ ચેનલ સુરતમાં છેલ્લા દિવસથી ફરજ બજાવતા રહ્યા હતા. સોમવારે તેમને હૃદય રોગની ફરિયાદ ઉભી થતા પ્રથમ સિવિલમાં અને ત્‍યારબાદ મહાવિર હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્‍યાં તેમનું કરુણ નિધન થતા પરિવારજનો ઉપર આફત આવી પડી હતી. સાલસ, હસમુખો સ્‍વભાવ ધરાવતા આનંદ પટણીની આકસ્‍મિક વિદાયથી આંચકો સૌને લાગ્‍યો હતો. તેમનો મૃતદેહ વાપી લાવી આજે મંગળવારે દમણગંગા અંતિમ ધામમાં અગ્નિ સંસ્‍કાર કરાયા હતા. અંતિમ યાત્રામાં વાપી-વલસાડ-દમણના પત્રકારો સહિત મિત્રો અને પરિવારજનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. તેઓ પત્‍ની-પૂત્ર અને પરિવારને કલ્‍પાંત કરતા મુકી અંતિમ વિદાય લેતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

Related posts

બે વર્ષ પહેલાં ગુમ થયેલા પરિયારીના વિનોદ રામજી વારલીનો પરિવાર સાથે મેળાપ થતાં સંવેદનશીલ બનેલું વાતાવરણ

vartmanpravah

દાનહના નરોલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્‍યો

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

રાજ્‍યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે: ઉનાળામાં નવજાતશિશુઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્‍યાન આપવું જોઈએ : ડો.વી.કે.દાસ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિનોદ સોનકરે બૂથ જીતવા નિષ્‍ઠાથી કાર્ય કરવા કરેલી હાકલ

vartmanpravah

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

Leave a Comment