September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઝંડાચોક શહિદ સ્‍મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્‌ કરો

શહીદ સ્‍મારક પાસે બાંધકામ વિભાગે શૌચાલય બનાવી માનવતા શર્મસાર કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં બે-ત્રણ દિવસથી ઝંડાચોક શહિદ સ્‍મારક મુદ્દે ભારે વિવાદ અને વિરોધ પ્રવર્તી રહ્યો છે. ઝંડાચોકમાં જાહેર શૌચાલય બનાવીને શહિદ સ્‍મારક અને શહિદોનું અપમાન કર્યું છે તેથી વાપી કોંગ્રેસ દ્વારા આજે મંગળવારે કલેક્‍ટર વલસાડને આવેદન પાઠવી પાલિકા દ્વારા હાથ ધરાયેલ ગતિવિધિઓનો સખ્‍ત વિરોધ કરવામાં આવ્‍યો છે.
તાજેતરમાં વાપી ઝંડાચોક સ્‍મારક પાસે પાલિકા દ્વારા જાહેર મૂતરડી અને શૌચાલય બનાવવામાં આવેલ છે. ઝંડાચોકનું નિર્માણતા.15-11-48માં થયેલું છે. અહીં વીર શહિદ જવાન સ્‍વ.જેઠાભાઈ પટેલ અને સ્‍વ.દત્તાતય બજાજના સ્‍મારકોની સ્‍થાપના થયેલ છે. 26મી જાન્‍યુઆરી અને 15 ઓગસ્‍ટના રોજ આઝાદી કાળથી પ્રતિ વર્ષે ધ્‍વજવંદન આ સ્‍થળે કરવામાં આવે છે. તેવી ઐતિહાસિક ઝંડાચોકની પાસે જ પાલિકા દ્વારા જાહેર શૌચાલય અને મુતરડી ઉભી કરી દેતા શહેરના નાગરિકોમાં રોષ ફેલાયો છે તે ધ્‍યાને લઈ વાપી કોંગ્રેસ દ્વારા આજે કલેક્‍ટર વલસાડને આવેદનપત્ર પાઠવી માંગણી કરાઈ છે કે પાલિકા દ્વારા શૌચાલયનો હૂકમ તાત્‍કાલિક અસરથી રદ્‌ કરવામાં આવે બીજુ તેમ નહી થાય તો જાહેર આંદોલન કરવામાં આવશે. જેમાં જાનમાલ જે નુકશાન થશે તેની જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે તેવી ચિમકી પણ અપાઈ છે.

Related posts

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

vartmanpravah

ભિલાડ નંદીગામના પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવી પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટેલા આરોપી ધવલ જાડેજા પોલીસ હિરાસતમાં

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

vartmanpravah

વાપી-વલસાડમાં સૃષ્‍ટિના સર્જનહાર જગન્નાથભક્‍તોને દર્શન આપવા શેરીઓમાં પધાર્યા

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર માઁ વિશ્વંભરી તીર્થધામે ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

Leave a Comment