July 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

રોડ પર ચાલી રહેલ વૃધ્‍ધાના ગળામાંથી ચેઈન આંચકી મોટરસાયકલ સવાર ફરાર: પારડી પોલીસે વિવિધશંકાસ્‍પદો તથા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી તાલુકાના બરઈ માહ્યાવંશી ફળિયાના રહેવાસી અને હાલમાં ઓરવાડ ભગીની સમાજની સામે શ્રીજી કોમ્‍પલેક્ષમાં રહેતા વેણીબેન પ્રેમાભાઈ માહ્યાવંશી આજરોજ આશરે 11 વાગ્‍યે ઘરેથી રેંટલાવ ખાતે આવેલ રોયલ મેડિકલ સ્‍ટોરમાં દવા લેવા માટે નીકળ્‍યા હતા. દવા લીધા બાદ તેઓ રસ્‍તા પર ઊભી રહેતી શાકભાજીની લારી ઉપરથી શાકભાજી લઈ પરત પોતાના ઘરે રોડ પરથી ચાલતા ચાલતા આવી રહ્યા હતા તે દરમિયાન આશરે 30 વર્ષના કાળુ પેન્‍ટ અને કાળુ શર્ટ પહરેલ યુવાન કાળા કલરની મોટરસાયકલ લઈ પાછળથી આવી વેણીબેનના ગળામાં પહેરેલ એક તોલાની સોનાની ચેન કિંમત રૂપિયા 40,000 આંચકી લઈ ઉદવાડા ગામ તરફ ભાગી છૂટયો હતો.
બનાવની જાણ થતા આજુબાજુના દુકાનદારો તથા રેંટલાવ ગામના ઉપ સરપંચ અહમદભાઈ વિગેરેઓ દોડી આવી આસપાસ તપાસ દરમિયાન આરોપી મળી ન આવતા લોકોએ વેણીબેનના વહુ રક્ષાબેન મનોજભાઈ માહ્યાવંશીને બનાવની જાણ કરી ઘરેથી બોલાવી લીધા હતા.
વેણીબેને પારડી પોલીસ સ્‍ટેશનમાં બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે શંકાસ્‍પદો તથા સી.સી.ટી.વી. ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચવાનાચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત મોપેડ સવારને પોલીસ વેનમાં હોસ્‍પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી પારડી પોલીસ

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

Leave a Comment