September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર સંઘપ્રદેશ સામુહિક યોગમુદ્રાથી શોભાયમાન બન્‍યો

મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પ્રદેશ સ્‍તરીય કાર્યક્રમની થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં યોજાયેલ યોગ અભ્‍યાસથી સમગ્ર પ્રદેશ યોગમય બની ગયો હતો. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લાઈટ હાઉસ બીચ અને રામસેતૂ બીચ રોડ મોટી દમણ ખાતે પ્રદેશ સ્‍તરીય ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉપસ્‍થિત રહી યોગઅભ્‍યાસના માધ્‍યમથી ઉપસ્‍થિત હજારો યોગ અભ્‍યાસુઓને પ્રેરિત કર્યા હતા.
આજે લાઈટ હાઉસ બીચ અને રામસેતૂ બીચ રોડ મોટી દમણ ખાતે યોજાયેલ ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપક્રમે 5 હજાર કરતા વધુ લોકોએ ભાગ લેતા સમગ્ર પ્રદેશ યોગમય બની ગયો હતો.
દીવમાં બ્‍લ્‍યુ ફલેગ બીચ ઘોઘલા ખાતે ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી આનંદ અને ઉત્‍સાહ સાથે કરવામાં આવી હતી.
દમણ લાઈટ હાઉસ બીચ અને રામસેતૂ બીચ રોડ મોટી દમણ ખાતે ખાતે યોજાયેલ ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીમાં દમણ જિલ્લાપંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ નગર પાલિકા અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, દમણ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, તથા વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સરપંચો, કાઉન્‍સિલરો, પંચાયત સભ્‍યો સહિત અધિકારીઓ, આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ પોલીસે રૂા. 32 હજારના દારૂ-બિયરના જથ્‍થા સાથે ચાર આરોપીઓની કરેલી અટક : એક કાર બરામદ

vartmanpravah

વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah

Leave a Comment