Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

પરિયારી સરકારી હાઈસ્‍કૂલ ખાતે બે દિવસીય ‘‘વિજ્ઞાન પ્રદર્શન”નો આરંભઃ આજે થનારૂં સમાપન

દમણની 24 જેટલી સરકારી, ગ્રાન્‍ટ ઈન એઈડ તથા ખાનગી શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓએ જિલ્લા સ્‍તરીય ‘‘વિજ્ઞાન પ્રદર્શન”માં ભાગ લઈ રજૂ કરેલી પોતાની કૃતિઓઃ સાયન્‍સ ક્‍વિઝ અને ઈન્‍સ્‍પાયર એવોર્ડ માનકનું પણ થઈ રહેલું રસપ્રદ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આજે પરિયારી સરકારી હાઈસ્‍કૂલ ખાતે બે દિવસીય જિલ્લા સ્‍તરીય ‘‘વિજ્ઞાન પ્રદર્શન”નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વિજ્ઞાન પ્રદર્શનમાં ‘સાયન્‍સ ક્‍વિઝ’ અને ‘ઈન્‍સ્‍પાયર એવોર્ડ માનક’નું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
આજથી શરૂ થયેલા વિજ્ઞાનપ્રદર્શન 2023-24ની મુખ્‍થ થીમ ‘‘સમાજના માટે વિજ્ઞાન અને ટેક્‍નોલોજી” રાખવામાં આવેલ છે. જેના પેટા વિષય (1) આરોગ્‍ય (2) જીવન, પર્યાવરણના માટે જીવન શૈલી (3) કૃષિ (4) સંચાર અને પરિવહન અને (5) કમ્‍પ્‍યુટેશનલ વિચારસરણી રાખવામાં આવેલ છે.
આજથી પ્રારંભ થયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં 12 સરકારી, 3 સરકારી ગ્રાન્‍ટ ઈન એઈડ અને 9 ખાનગી શાળાના લગભગ 150થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલ સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે જણાવ્‍યું હતું કે, વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવાનો હેતુ બાળકોમાં વિજ્ઞાન અને ગણિતમાં પ્રેરિત તથા જોડી વિજ્ઞાન તથા ગણિતના પ્રત્‍યે જીજ્ઞાસા, ઉત્‍સાહ અને અન્‍વેષણ પેદા કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની રચનાત્‍મક પ્રતિભાઓ દેશના ઉજ્જવળ ભવિષ્‍યની તરફ અને શ્રેષ્‍ઠ બનાવવાની દિશામાં એક અવસર પ્રદાન કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આપણે ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવાનું છે.
આ પ્રસંગે દમણના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી રાજેશભાઈ જે. હળપતિએ ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. સી.વી.રામનના જીવન અને કવન ઉપર પ્રકાશ પાડી મહત્ત્વની જાણકારી આપી હતી. તેમણેવધુમાં જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્‍યે રૂચિ વિકસિત કરવા અને આ પ્રકારે વિજ્ઞાન-ગણિતના અધ્‍યનને આનંદમય બનાવવા માટે આ ‘‘વિજ્ઞાન પ્રદર્શન”નું ખુબ મહત્ત્વ છે.
આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા દમણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પરિયોજના અધિકારી શ્રીમતી સ્‍મિતા થોમસ સહિત અન્‍ય અધિકારી ગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના નોગામા ગામે સ્‍મશાનની સગડીની પ્‍લેટ ચોરાઈ

vartmanpravah

થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્‍સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

Leave a Comment