October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : સેલવાસના પીપરીયા બ્રિજ નજીક પોતાની બાઈક લેવા માટે પગપાળા જઈ રહેલ યુવકને અન્‍ય અજાણ્‍યા બાઈક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત યુવાનનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. ટક્કર મારનાર બાઈક સવાર ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત પ્રાહિતી પ્રમાણે મુકેશસિંહ (ઉ.વ.18) રહેવાસી સેલવાસ. જેઓ સરલા કંપનીમાં નોકરી કરતા હતા. રાત્રે 8:00 વાગ્‍યે પોતાના રૂમ પર જવા માટે નીકળ્‍યા હતા અને તેમણે પોતાનું બાઈક પીપરીયા બ્રિજ નીચે મુકેલ હતું જેને લેવા જઈ રહ્યા હતા તે દરમિયા પાછળથી પુરઝડપે આવી રહેલ અન્‍ય બાઈકચાલકે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે મુકેશસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્‍તે મુકેશસિંહને સ્‍થાનિક લોકો ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સેલવાસ ખાતે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્‍યાં હોસ્‍પિટલમાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ ભારે ઈજામ પામેલા મુકેશસિંહનું સારવાર દરમ્‍યાન જ મોત થયું હતું.
આ અકસ્‍માત દરમ્‍યાનસ્‍થાનિક લોકોએ ફરાર થઈ રહેલ બાઈકચાલકનો બાઈક નંબર નોંધી લીધો હતો. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક યોજી, તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

Leave a Comment