October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

ગામના અગ્રણીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચણોદ ત્રણ રસ્‍તા ઉપર કેટલાક સમયથી નેતાઓના પુતળા રાખવાની કેટલાક લોકો દ્વારા હીલચાલ કરવામાં આવી રહી છે. જેનો ચણોદ ગામના નાગરિકોએ વિરોધ જાહેર કરી આજે વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યુંહતું.
ચણોદ ત્રણ રસ્‍તાની ભોગોલિક સ્‍થિતિ મુજબ અહીંથી નાસિક સ્‍ટેટ હાઈવે તથા સેલવાસ મેઈન રોડ પસાર થાય છે. અહીં ત્રણ રસ્‍તા ઉપર રિક્ષા તથા ટેમ્‍પા સ્‍ટેન્‍ડ છે. તેમજ સવારે મજુરો એકત્રીત થાય છે. આખો દિવસ ટ્રાફિક સમસ્‍યા રહે છે. આવી વિષમ પરિસ્‍થિતિ હોવા છતાં કેટલાક લોકો અહીં નેતાના પૂતળા રાખવાની ચેષ્‍ટા કરી રહ્યા છે. અગાઉ ત્રણ પૂતળા રાખેલા હતા તેને ટ્રેઈલર ભટકાતા પુતળા રાખવાવાળાઓએ હોબાળો કરી ચક્કાજામ કર્યો હતો. બીજુ કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વગર જાહેર રાજમાર્ગ ઉપર પુતળા રાખવાની થઈ રહેલી ગતિવિધિઓ સામે જ મૂળ ચણોદ ગામના નાગરિકો જ વિરોધ કરી રહ્યા છે. તે બાબતે પુતળા રાખવાના વિરોધમાં આજે ચણોદ ગ્રામવાસીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદન આપી જાહેર હીત માટે પુતળા રાખવી પ્રક્રિયા અટકાવવાની માંગણી કરી હતી.

Related posts

સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસના બાવિસા ફળિયામાં ઘરમાં આગ લાગતા એક યુવતી દાઝી જતાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment