December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.28 : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિક કોલેજમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે એડવોકેટ શ્રીમતી પારુલ રજપૂતે નારી સશક્‍તિકરણના મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે જાણકારી આપી હતી. તેમણે યુવા સંસદને સંબોધતા મહિલાઓને પોતાના અધિકારોનો યોગ્‍ય ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને સમાજમા તેમની ભૂમિકાને મહત્‍વપૂર્ણ બનાવી રાખવાની આવશ્‍યકતા પર ભાર આપ્‍યો હતો. શ્રી એમ.વી.પરમારે યુવાઓને મિલેટ્‍સ (જાડા અનાજ)નું મહત્‍વ તથા યોગદાન અંગે જાગૃત કરવામાં આવ્‍યા હતા. જ્‍યારે શ્રી સુરેશ ભોયાએ ગરીબ કલ્‍યાણ યોજનાઓ અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમના અંતમાં ડેમો પાર્લામેન્‍ટ પણ આયોજીત કરવામાં આવી હતી. જેમાં યુવા સમૂહે શાસક દળ અને વિપક્ષ દળના સાંસદની ભૂમિકા નિભાવી હતી અને ઇડબ્‍લ્‍યુએસ આરક્ષણ વિષય પર ચર્ચા કરવામા આવી હતી. આ પ્રયાસથી યુવાઓને રાષ્ટ્રીય સ્‍તર પર સકારાત્‍મક રૂપે સંબોધિત કરવાના પ્રયાસો કર્યા હતા.
દાનહ નહેરુ યુવા કેન્‍દ્રની જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાએ આયોજનના માર્ગદર્શન કરી અને દરેક વક્‍તાઓનું સન્‍માન કર્યું હતું. તેમણે યુવાઓને સકારાત્‍મક દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા અનેદરેક અધિકારીઓને કાર્યક્રમની સફળતામાં યોગદાન માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે બજાવેલો રાજધર્મઃ અન્‍ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરેઃ પરિણામ 2જી નવેમ્‍બરે

vartmanpravah

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment