September 14, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

દમણ-દીવ કોંગ્રેસ અધ્‍યક્ષ કેતન પટેલે કરેલો ધડાકોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રની બેઠકો ઉપર કોંગ્રેસને લાભ થવાનું માંડવામાં આવેલું રાજકીય ગણિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: ભાજપે 195 લોકસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરીને કરેલા મોટા ધડાકા વચ્‍ચે હવે કોંગ્રેસના નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાઢેરા દમણ-દીવ ઉપરથી ચૂંટણી લડી શકે એ પ્રકારનો ધડાકો દમણ-દીવ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી કેતન પટેલે કર્યો છે. કોંગ્રેસનો આ દાવપેચ છે કે પછી વાસ્‍તવિકતા તે આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થઈ જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાઢેરા દમણ-દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ-દીવ કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી કેતન પટેલે કર્યો છે.તેમણે દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનો મમરો પણ મુક્‍યો છે. દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને પણ મોટી અસર થઈ શકે એવું માનવામાં આવે છે. દમણના કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર કોંગ્રેસને ફાયદો થવાની ગણતરી માંડવામાં આવી રહી છે. જ્‍યારે દીવના કારણે સૌરાષ્‍ટ્રની બેઠકો ઉપર પણ અસર થવાનો તાળો લગાવવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવાય છે કે, એક પછી એક આદિવાસી નેતાઓ ભાજપમાં ભળી જતા કોંગ્રેસનો ગઢ ઢીલો થઈ તૂટવાના આરે પહોંચ્‍યો છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરવા દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાના સપના જોવાઈ રહ્યા છે.

Related posts

ચીખલીના નોગામા ગામેથી બિનવારસી કારમાંથી રૂા. 86 હજારનો દારૂ મળ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

હાલમાં જ દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિ આપવામાં આવી છે ત્‍યારે દાનહના લોકો માટે પણ ઘર બનાવવા હેતુ વન ટાઈમ સેટલમેન્‍ટ પોલીસી બનાવી 4(6)કેસનો ઉકેલ લાવવા શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે પ્રશાસકશ્રીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

સેલવાસના બંગલામાંથી રૂા.20 લાખની રોકડ-ઘરેણાં ચોરી નિકળેલા બે ચોરને વાપી પોલીસે દબોચી લીધા

vartmanpravah

Leave a Comment