October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ-ડે નિમિતે વાસોણા એનઈસી સેન્‍ટરમાં શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વનવિભાગના અધિકારી દ્વારા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા રખોલીના વિદ્યાર્થીઓને ત્રીજી માર્ચ વન્‍યજીવન દિવસ તરીકે પસંદકરવાનું કારણ, મનુષ્‍ય અને અન્‍ય પ્રજાતિઓના અસ્‍તિત્‍વ માટે જંગલી વનસ્‍પતિ અને પ્રાણીસૃષ્ટિનું મહત્‍વ, મોરેશિયસમાં ડોડો પક્ષીઓનું લુપ્ત થવા, ખોરાક અને દવા માટે છોડના મહત્‍વ, પતંગિયાઓનુ જીવન ચક્ર અને પરાગનયનનું મહત્‍વ, પક્ષીના ફળની ભૂમિકા અને બીજ વિખેરવાથી હવા અને પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો, પાનખર અને સદાબહાર વૃક્ષનું મહત્‍વ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્‍યારબાદ વિદ્યાર્થીઓને કેક્‍ટ્‍સ સહિત વિવિધ છોડોની મહત્‍વતા અંગે લાઈવ નિદર્શન કરાવવામાં આવ્‍યું હતું. આ અવસરે ડીસીએફ શ્રી જો.જુ.અલાપટ, આરએફઓ શ્રી ધવલ ગાવિત, શ્રી કિરણસિંહ પરમાર, વનવિભાગનો સ્‍ટાફ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સંભળાવેલો ચુકાદો : લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ સહિત 4ને હત્‍યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની સજાઃ પ્રત્‍યેકને રૂા.1-1 લાખનો દંડ

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

Leave a Comment