October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.08: આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના વિવિધ શિવાલયોમાં ભક્‍તોની ભારેભીડ ઉમટી પડી હતી. હવેલી સવારથી જ મંદિરોમાં ભક્‍તોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. હર હર મહાદેવના નાદ સાથે મહાદેવના મંદિરે ભક્‍તો દ્વારા પૂજા-અર્ચના અને જળાભિષેક કરાયો હતો.
આ પ્રસંગે દમણમાં દલવાડાના બાસુકીનાથ મહાદેવ, કચીગામના કંઠેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, કુંતેશ્વર, તથા દાદરા નગર હવેલીમાં પણ વિવિધ શિવાલયોમાં ભક્‍તોએ શિવજીની પૂજા-અર્ચના સાથે જળાભિષેક કર્યો હતો અને ધન્‍યતા અનુભવી હતી. જેમાં બિન્‍દ્રાબિનના તડકેશ્વર મહાદેવ મંદિરે ખાસ વિશેષ પૂજા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સેંકડો ભક્‍તોએ લાભ લીધો હતો.
દાદરા ખાતેના જ્‍યોતિશ્વર મહાદેવ મંદિરે પણ ભાવિક ભક્‍તોનો ભારે ધસારો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દાદરા ખાતેનું એકમાત્ર એવું શિવ મંદિર છે કે, જ્‍યાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્‍ય ઉજવણી કરવામાં આવે છે. આજે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે ભક્‍તો માટે પૂજા તથા પાણી, મહાપ્રસાદ સહિતની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. અહીં સવારથી જ ભક્‍તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો અને સાંજે ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્‍યુંહતું.

Related posts

સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે કચીગામ અને ભીમપોરમાં બાલવાડીના ઉદ્‌ઘાટન કરાયા

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah

વાપી ચલા રોડ ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે કાદવમાં 40 જેટલા ટુવ્‍હિલર સ્‍લીપ : કેટલાક હોસ્‍પિટલ ભેગા થયા

vartmanpravah

દમણમાં ‘હિન્‍દી પખવાડિયા’નો સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ સંપન્ન

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી શ્રીનરેશભાઈ પટેલના હસ્‍તે બીલીમોરા નગરપાલિકામાં રૂા. 12 કરોડ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂા.6.31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment