Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

કંપનીમાં રાખેલ રો મટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને થયેલું નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસી એન્‍જિનિયરિંગ ઝોનમાં કાર્યરત ઋષિકા પેકેજીંગ કંપનીમાં બપોરના અરસામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. થર્મોકોલમાંથી પેકિંગ મટિરિયલ બનાવતી કંપનીના પ્રથમ માળે રાખેલ રો મટિરિયલમાં આગ લાગતા ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં રાખેલ રોમટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને નુકસાન થવા પામ્‍યું હતું. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા સરીગામ ફાયર સ્‍ટેશન, સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીની ફાયર ટીમ તેમજ ઉમરગામની ફાયર વિભાગની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે ધસી આવી આગ પર કાબુ મેળવવામાં સફળ થઈહતી. આ સમય દરમિયાન આગના ઘટનાની જાણ પોલીસતંત્રને થતાં ઘટના સ્‍થળ પર પોલીસની ટીમ ધસી આવી આગના કારણે ફેલાયેલા અરાજકતાકના માહોલ ઉપર કાબુ મેળવી ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ લેવા માટે વ્‍યવસ્‍થા કરવામાં મદદરૂપ થઈ હતી. વહેલા મોડા જીપીસીબીના અધિકારી ઘટના સ્‍થળ ઉપર પહોંચી આગ લાગવાનું મુખ્‍ય કારણ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. આ આગમાં કોઈ જાનહાની કે ઘાયલની ઘટના સામે આવવા પામી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Related posts

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

દમણ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપી સહિત કબ્‍જે કરેલો મુદ્દામાલ

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment