October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

ખંડ-7 માં 157 અને ખંડ-8 ના 129 મતદારોએ મતદાન કર્યું :
રાજ્‍ય સ્‍તરની કારોબારીની રચના થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ગુજરાત રાજ્‍યની કાર્યરત ગ્રાંટેડ અને નોન ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓ માટેનું બોર્ડ કાર્યરત છે. રાજ્‍ય સ્‍તરના આ બોર્ડની સામાન્‍ય ચૂંટણી આજે વલસાડમાં યોજાઈ હતી. જેમાં વિવિધ સ્‍તરના સભ્‍યોએ મતદાન કર્યું હતું. ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી પણ બોર્ડના સભ્‍ય હોવાથી વલસાડમાં મતદાન કર્યું હતું.
ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિકની કાર્યરત ગ્રાન્‍ટેડ-નોન ગ્રાન્‍ટેડ તમામ શાળાઓનું એક મધ્‍યસ્‍થ બોર્ડ રાજ્‍ય સ્‍તરે કાર્યરત છે. આ બોર્ડમાં ખંડ-7 અને ખંડ-8 ના સભ્‍યોને મતદાન કરવાનું હોય છે. વલસાડ જિલ્લામાં ખંડ-7 માં 157 મતદારો છે અને ખંડ-8 માં 129 મતદારો છે. આ મતદારો સ્‍કૂલ સંચાલક મંડળ, ટ્રસ્‍ટી, આચાર્ય વિગેરેનો સમાવેશ થતો હોય છે. મતદાન બાદ ચૂંટણીના વિજેતા ઉમેદવારો મધ્‍યસ્‍થ કારોબારીની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. માધ્‍યમિક-ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં રાજ્‍યની તમામ શાળાઓના પ્રતિનિધિ હોય છે. શાળા-શિક્ષણની સમસ્‍યા, પ્રશ્નોનું સરકાર સાથે સંકલન કરવાની જવાબદારી બોર્ડ અદા કરે છે.

Related posts

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

vartmanpravah

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં સોમવારે મળસ્‍કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારી

vartmanpravah

Leave a Comment