September 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

રાષ્‍ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ દમણ-દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલની કરાયેલી પસંદગી

દમણ-દીવ લોકસભા બેઠક માટે રસપ્રદ બનનારો જંગઃ 2019ની ચૂંટણી બાદ બદલાયેલા અનેક સમીકરણો

પ્રારંભિક ત્રિ-પાંખિયા જંગના એંધાણઃ ભાજપ માટે પડકારની ઉભી થનારી સ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.11 : લોકસભાની દમણ અને દીવ બેઠક માટે કોંગ્રેસે શ્રી કેતનભાઈ પટેલ ઉપર પસંદગી ઉતારી હોવાની માહિતી વહેતી થતાં હવે ચૂંટણી જંગ રસપ્રદ થવાના એંધાણ પ્રગટ થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદશ્રી લાલુભાઈ પટેલની કરેલી ઘોષણા બાદ દમણ અને દીવમાં એકતરફી માહોલ દેખાતો હતો. પરંતુ કોંગ્રેસે શ્રી કેતનભાઈ પટેલ ઉપર કળશ ઢોળતાં હવે દમણ-દીવમાં રસાકસીનું વાતાવરણ સર્જાવાની શક્‍યતા દેખાઈ રહી છે.
બીજી બાજુ અપક્ષ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલ નિશ્ચિત હોવાનું મનાતા દમણ-દીવમાં ફરી એકવાર ત્રિ-પાંખિયો જંગ સર્જાવાની શક્‍યતા દેખાઈ રહી છે. 2019ની રાજકીય સ્‍થિતિ સામે 2024માં સમીકરણો અનેક રીતે બદલાયેલા છે. ત્‍યારે ત્રિ-પાંખિયા જંગમાં ત્રણેય ઉમેદવારો વચ્‍ચે કાંટાની ટક્કર થશે એવું પ્રારંભિક તારણ પ્રગટ થઈ રહ્યું છે. આવતા દિવસોમાં સમીકરણો કેવા બને અને કોણ કેવી રણનીતિ અપનાવે તેના ઉપર તમામ પરિણામનો આધાર રહેશે.

Related posts

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

ઉદવાડા ગામમાં ટેરેસના દરવાજામાં બાકોરું પાડી ઘરમાં પ્રવેશી 4 લાખ રૂપિયાની ચોરી કરતા ચોરટાઓ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન કલબ હેઠળ તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment