October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિતે ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માં બ્રોન્‍ઝ મેડલ જીતી રચ્‍યો ઇતિહાસ વિશ્વ સ્‍તરે મેડલ જીતનાર બોક્‍સર સુમિત કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : આંતરરાષ્‍ટ્રીય બોક્‍સિંગ ફેડરેશન દ્વારા મોન્‍ટેનેગ્રો ખાતે આયોજીત પ્રતિષ્‍ઠિત યુથ બોક્‍સિંગ કપ-2024 માટે ભારતીય બોક્‍સિંગ ટીમના યોજાયેલા સિલેક્‍શન ટ્રાયલમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્‍સર શ્રી સુમીતેશાનદાર પ્રદર્શન કરી 63-67 કિલોગ્રામ વજનની શ્રેણીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી ભારતીય યુથ બોક્‍સિંગ ટીમમાં પોતાનું સ્‍થાન પાકું કર્યું હતું.
મોન્‍ટેનેગ્રો ખાતે આયોજીત ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માં સંઘપ્રદેશના બોક્‍સર શ્રી સુમીતે 63-67 કિલોગ્રામ વજનની શ્રેણીની વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી પ્રથમ બાઉટમાં ઓસ્‍ટ્રિયાના બોક્‍સરને 4-1ના સ્‍કોરથી પરાજીત કર્યો હતો. જ્‍યારે બીજા બાઉટમાં પોલેન્‍ડના બોક્‍સરને 5-0ના સ્‍કોરથી હરાવી પોતાની જગ્‍યા ક્‍વાર્ટર ફાઈનલ માટે પાકી કરી લીધી હતી. ક્‍વાર્ટર ફાઈનલમાં સુમીતનો મુકાબલો સર્બિયાના બોક્‍સર સાથે થયો હતો. જેમાં સુમીતે આક્રમક રમતનું ઉત્તમ પ્રદર્શન કરતાં સર્બિયાના બોક્‍સરને 5-0થી હરાવ્‍યો હતો. સેમિફાઇનલ મેચમાં સુમિતનો કઝાકિસ્‍તાનના બોક્‍સર સાથે જોરદાર મુકાબલો થયો હતો.
આ કપરા મુકાબલામાં સુમિતને 2-3ના સ્‍કોરથી હારનો સામનો કરવો પડયો હતો અને તેને બ્રોન્‍ઝ મેડલ સ્‍વીકારવો પડયો હતો. સુમિતના કોચ શ્રી વિજય કુમારે જણાવ્‍યું હતું કે સુમીતે સેમી ફાઈનલ મેચમાં ખૂબ જ આક્રમક રમત દર્શાવી હતી પરંતુ આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્‍પર્ધા હતી અને અનુભવના અભાવને કારણે તેણે બ્રોન્‍ઝ મેડલથી જ સમાધાન કરવું પડયું હતું પરંતુ મને ખાતરી છે કે સુમિતનું શાનદાર પ્રદર્શન ચાલુ રહેશેઅને તે ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય સ્‍પર્ધામાં ભારત માટે ગોલ્‍ડ મેડલ જીતશે.
સંઘપ્રદેશના રમત-ગમત અને યુવા બાબતોના સચિવ ડૉ. અરૂણ ટી., નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા અને રમત-ગમત અધિકારી શ્રી અક્ષય કોટલવાર તથા શ્રી દેવરાજ સિંહ રાઠોડે શ્રી સુમીતને બ્રોન્‍ઝ મેડલ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણમાં યોજાયેલ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2માં ચેમ્‍પિયન બનેલી મિથિલા ઈલેવન:રનર્સ અપ રહેલી શિવમ વોરિયર્સ

vartmanpravah

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

vartmanpravah

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલ પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં બોયઝ અન્‍ડર-17 અને 14માં દાદરા નગર હવેલી તથા ગર્લ્‍સ અન્‍ડર-17માં દમણ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment