September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

વલસાડ બેઠકના ભાજપના ઉમેદવારની મંગળવારે મોડી રાતે જાહેરાત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: લોકસભાની ચૂંટણીના બ્‍યુગલ વાગી ચૂક્‍યા છે તેથી રાજકીય પક્ષો દ્વારા જેતે લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની સુચી નામની જાહેરાતો પણ થઈ રહી છે. આજે મંગળવારે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટિએ વલસાડ-ડાંગ લોકસભા બેઠક અને દમણ-દીવની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે.
એ.આઈ.સી.સી. દ્વારા આજે લોકસભાના ઉમેદવારોની એક સુચી જાહેર કરી દીધી છે. તેમાં વલસાડ-ડાંગ બેઠક માટે વર્તમાન વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલના નામની કોંગ્રેસે મહોર મારી દીધી છે. તેજ પ્રમાણે દમણ-દીવની લોકસભા બેઠક માટે કોંગ્રેસે કેતન પટેલને ટિકીટ આપી ઉમેદવાર તરીકેની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર દીવ-દમણ માટે લાલુભાઈ પટેલને ઓલરેડી ટિકીટ અપાઈ ચૂકી છે. જ્‍યારે વલસાડ-ડાંગલોકસભાની બેઠક માટે ભાજપ તરફથી આજે મંગળવારે મોડી રાતે જાહેરાત થવાની શક્‍યતા છે. નરેન્‍દ્ર મોદીની લોકચાહના અને ભાજપનો જુવાળ ચાલી રહ્યો છે તે જોતા કોંગ્રેસ માટે દમણ-દીવ અને વલસાડ-ડાંગની બેઠકો જીતવી એટલી સરળ નહી હોય આજકાલમાં ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડી શકવાની શક્‍યતા છે. હવે ચૂંટણી પ્રચાર અને રેલીઓ મતદારોને રીઝવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવવા મેદાનમાં ઉતરી પડશે. જોવુ એ રહેશે કે મતદારો શું ચુકાદો આપે છે.

Related posts

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

દીવના લોકોને નતમસ્‍તક વંદન કરતા ઉમેશભાઈ પટેલઃ પરિણામ બાદ પહેલી વખત દીવ પધારતા નવનિયુક્‍ત સાંસદનું કરાયું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

vartmanpravah

Leave a Comment