Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવમાં 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલથી સરકારી ભરતી કરવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો સંકલ્‍પ

2024ની લોકસભા ચૂંટણીમાં 2009માં તત્‍કાલિન કોંગ્રેસના ઉમેદવાર સ્‍વ. ડાહ્યાભાઈ પટેલની હારનો બદલો લઈ 25 હજાર કરતા વધુ સરસાઈથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સામે જીતવા કેતનભાઈ પટેલનો લલકાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: લોકસભાની દમણ અને દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે શ્રી કેતનભાઈ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરાતા પ્રદેશનું રાજકીય વાતાવરણ પણ ગરમ થઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવ બેઠકના કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે શ્રી કેતનભાઈ પટેલની જાહેરાત થતાં જ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, તેઓ 2009માં પરાજીત થયેલા કોંગ્રેસના ઉમેદવાર સ્‍વ. શ્રી ડાહ્યાભાઈ પટેલનો બદલો લેશે અને આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલને 25 હજાર કરતા વધુ મતોની સરસાઈથી પરાજીત કરશે.
દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે દમણ-દીવમાં ગ્રુપ સી અને ડીની સરકારી નોકરીની ભરતી 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલ ધરાવતા ઉમેદવારોમાંથી જ કરવા પોતાનો નિર્ધાર પ્રગટ કર્યો હતો અને પૂર્વ સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલનાસાંસદ કાળ દરમિયાન દમણ-દીવમાં જે લીલા લહેર હતી તેવી જ લીલા લહેર ફરી લાવવા પોતાનો સંકલ્‍પ પ્રગટ કર્યો હતો.

Related posts

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હિમાચલ પ્રદેશના રાજ્‍યપાલ રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્રના લગ્નમાં આપેલી હાજરી

vartmanpravah

ચીખલી પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

vartmanpravah

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

vartmanpravah

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

vartmanpravah

Leave a Comment