Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતા કલાબેન ડેલકરઃ ડેલકર જૂથના કાર્યકર્તાઓમાં આનંદની લહેર: વરસોથી ભાજપને વફાદાર રહેલા સંનિષ્‍ઠ કાર્યકરો હતાશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : ભારતીય જનતા પાર્ટીની કેન્‍દ્રીય ચૂંટણી સમિતિએ આજે દાદરા નગર હવેલી બેઠકના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકરની જાહેરાત કરતા છેલ્લા ઘણાં દિવસોથી ચાલતા સસ્‍પેન્‍શનો અંત આવ્‍યો છે.
દાદરા નગર હવેલીમાં શ્રીમતી કલાબેન ડેલકરને ભાજપની ટિકિટ મળી હોવાના સત્તાવાર અહેવાલ બાદ ડેલકર જૂથના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આનંદ મનાવ્‍યો હતો. સેલવાસના આદિવાસી ભવન સામે પણ ફટાકડાની લંગર ફોડી ડેલકર જૂથના કાર્યકર્તાઓએ જંગ જીતી ગયા હોવાનો આનંદ પ્રગટ કર્યો હતો.
બીજી બાજુ શ્રીમતી કલાબેન ડેલકરના નામની જાહેરાત થતાં વરસોથી ભાજપમાં જોડાયેલા સંનિષ્‍ઠકાર્યકરોમાં હતાશા દેખાતી હતી અને તેઓ કોઈપણ પ્રકારનું મંતવ્‍ય આપતા બચતા દેખાયા હતા.
અત્રે યાદ રહે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠક ઉપરથી અપક્ષ વિજેતા બનેલા શ્રી મોહનભાઈ ડેલકરનું 22મી ફેબ્રુઆરી, 2021ના રોજ અસામાયિક નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી અને ત્‍યારબાદ આ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં શ્રીમતી કલાબેન ડેલકરે શિવસેનાના ઉમેદવાર તરીકે સહાનુભૂતિની લહેર વચ્‍ચે ઐતિહાસિક વિજય મેળવ્‍યો હતો.

દાનહમાં 1998ના ઇતિહાસનું રિ-રનઃ 26 વર્ષ બાદ ફરી ડેલકર પરિવાર ભાજપના શરણે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકરની કરાયેલી જાહેરાત બાદ દાનહમાં 1998નું રિ-રન થઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. 26 વર્ષ બાદ ફરી ઇતિહાસનું પુનરાવર્તન દાદરા નગર હવેલીની લોકસભા બેઠક માટે થઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 1998ની લોકસભા ચૂંટણીમાં તત્‍કાલિન કોંગ્રેસના સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી જીત્‍યા હતા. ત્‍યારબાદ ભારતીય જનતા પક્ષથી માંડ એક વર્ષની અંદર મોહભંગ થતાં 1999માં યોજાયેલી મધ્‍યવર્તી ચૂંટણીમાં શ્રીમોહનભાઈ ડેલકરે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવી વિજય મેળવ્‍યો હતો. ત્‍યારબાદ તેમણે પોતાના ભારતીય નવશક્‍તિ પાર્ટીના ગઠન સાથે 2004ની ચૂંટણી લડી અને જીત્‍યા હતા અને 2009માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ભાજપના તત્‍કાલિન ઉમેદવાર શ્રી નટુભાઈ પટેલ સામે પાતળી સરસાઈથી પરાજીત થયા હતા. ત્‍યારબાદ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ શ્રી મોહનભાઈ ડેલકરને ભાજપના ઉમેદવાર તરીકે શ્રી નટુભાઈ પટેલે મજબૂત હારનો સ્‍વાદ ચખાવ્‍યો હતો. છેલ્લે 2019માં શ્રી મોહનભાઈ ડેલકરે કોંગ્રેસ પક્ષની ટિકિટને લાત મારી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરીને ભવ્‍ય વિજય મેળવ્‍યો હતો. આમ, ડેલકર પરિવાર કોઈપણ એક પક્ષને અત્‍યાર સુધી વફાદાર રહ્યો નથી તેમાં શ્રીમતી કલાબેન ડેલકરે પણ શિવસેનાને છોડી ભાજપનું દામન અપનાવતાં પોતાના ટૂંકા રાજકીય જીવનમાં માંડ અઢી વર્ષમાં બીજી પાર્ટી ભાજપ સાથે પોતાના સંબંધો શરૂ કર્યા છે, જે આવતા દિવસોમાં કેટલા ટકે તેના ઉપર તમામનું ધ્‍યાન કેન્‍દ્રિત છે.

Related posts

દાદરા ગામે આંતરરાષ્‍ટ્રીય ચેસ દિવસ નિમિત્તે ચેસ ટૂર્નામેન્‍ટન યોજાઈ

vartmanpravah

વાપીમાં યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment