October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

બંને વૃદ્ધાને લાકડીથી માર મારી રૂા.3,78,000ની મત્તા લૂંટી ચાર જેટલા ગુજરાતી ભાષી લૂંટારૂઓ ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: પારડી તાલુકાના પલસાણા ગામ દેસાઈ ફળિયા ખાતે ઉષાબેન મહેશભાઈ જોશી ઉંમર વર્ષ 72 તથા તેમની નણંદ સાવિત્રીબેન ગુણવંતભાઈ દેસાઈ આ બંને વૃદ્ધાઓ એકલી પોતાના ઘરોમાં રહે છે ગઈકાલે એટલે કે આજે વહેલી સવારે આશરે 2:30 થી 3:30 દરમિયાન ગુજરાતી ભાષા બોલતા ચાર જેટલા ઈસમો ઘરના પાછળના દરવાજાની કડી તોડી ઘરમાં પ્રવેશી આ બંને વૃદ્ધાઓને તમે જે ઘરેણા પહેર્યા છે તે અને અન્‍ય ઘરેણા આપી દેવાનું ગુજરાતીમાં જણાવ્‍યું હતું પરંતુ બંને વૃદ્ધાએ ઘરેણા ન આપતા ચાર પૈકી બે ઈસમોએ પોતાની સાથે લઈને આવેલ લાકડીના ફટકા બંને વૃદ્ધાને મારતા બંને એ પોતાના હાથમાં પહેરેલ સોનાના પાટલા જેમાંનણંદે પહેરેલ ચાર તોલાના સોનાના પાટલા કિંમત રૂપિયા 1,20,000, સોનાની બુટ્ટી રૂા.20,000 અને ઉષાબેને પહેરેલ સોનાના પાટલા બે તોલાના કિંમત રૂા.80,000 કઢાવી લઈ ત્‍યારબાદ ગાદલા નીચે રાખેલ કબાટની ચાવી લઈ કબાટમાંથી રોકડા રૂા.50000, સોનાની અઢી તોલાની ચેન કિંમત એક લાખ રૂપિયા અને બે મોબાઈલ 8000 રૂપિયા મળી કુલ 3 લાખ 78 જેટલી રકમની લૂંટ ચલાવી કોઈને કહેશો તો માર મારવાની ધમકી આપી ચાલી ગયા હતા. ત્‍યારબાદ ઉષાબેને તેમના સસરા દેવુંભાઈને ફોન કરી બોલાવતા તેઓ ઘરે આવ્‍યા બાદ પારડી પોલીસ સ્‍ટેશનને આવી બનાવની જાણ કરી હતી.

Related posts

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

દીવ ન.પા. ચૂંટણીનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ અનામત બેઠકો માટેનો ડ્રો સંપન્નઃ કુલ 06 બેઠકો મહિલાઓ માટે અનામતઃ વોર્ડ નં.13ની બેઠક અનુ.જાતિ મહિલા માટે આરક્ષિત જાહેર

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment