Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

કોઈ પણ કામગીરીના ખોદકામમાં બીજા વિભાગની લાઈનોને નુકશાન ન થવું જોઈએ – કલેક્‍ટર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની અંતર્ગત વિવિધ ખાતાના અધિકારીઓ સાથેની ભાગ-2 ની બેઠક જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને તા.16 માર્ચના રોજ કચેરીના સભાખંડમાં મળી હતી.
ભારત નેટ વિભાગની ઓએફસી લાઈનને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્‍યું હતું જે અંગેની રજૂઆત બાબતે કલેક્‍ટરશ્રીએ તમામ વિભાગોને સુચના આપી હતી કે, કોઈપણ વિભાગે ખોદકામ કરતા સમયે બીજા વિભાગની લાઈનોને કોઈપણ નુકશાન ન પહોંચાડવું. આ અંગે જિલ્લા કક્ષાએ સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ સિસ્‍ટમ(લ્‍બ્‍ભ્‍)ની રચના કરવી જેમાં ખોદકામ વખતે વિભાગોએ કેવી રીતે કામગીરી કરવી તેના નિયમો બનાવવા. દરેક વિભાગોએ આ લ્‍બ્‍ભ્‍ના નિયમોનું ફરજીયાતપણે પાલનકરવું. કોઈપણ વિભાગની લાઈનોને ખસેડવા માટે જે તે વિભાગની ફરજીયાત મંજૂરી લેવાની રહેશે. ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારો માટે અલગ અલગ લ્‍બ્‍ભ્‍ની રચના કરવા માટે સૂચન કર્યું હતું.
બેઠકમાં નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી 24 માસમાં નિવળત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્‍વરે ઉકેલ આવે તે માટે કલેકટરએ તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah

વાપી જે.સી.આઈ. અને ઈન્‍ડિયા ઝોન-8 વાર્ષિક સમારોહમાં ઝળકી : 30 જેટલા ઈનામો મેળવ્‍યા

vartmanpravah

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

Leave a Comment