સમગ્ર જિલ્લામાં એકપણ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લામાં આસ્થા અને ઉમંગ સાથે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. જે શાંતિપુર્ણ માહોલ વચ્ચે પુર્ણ થયો છે. જેનો સંપુર્ણ યશ વલસાડ જિલ્લા પોલીસનો છે. ચુસ્ત બંદોબસ્ત અને એલર્ટના કારણે સમગ્ર જિલ્લામાં નવરાત્રી દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન 3 ડીવાયએસપી, 18 પી.આઈ., 30 પી.એસ.આઈ, 550 પોલીસ કર્મચારી, જી.આર.ડી.ના જવાનો સહિત એસ.આર.પી.ની બે ટુકડી સતત પેટ્રોલીંગ ઉપર રાઉન્ડ ધ ક્લોક રહી હતી. સુરત અને વડોદરામાં ઘટેલી નંદનીય ઘટનાઓને ધ્યાને રાખીને પોલીસને હાઈ એલર્ટ રખાઈ હતી. સતત પી.સી.આર. અને પોલીસના વાહનો પેટ્રોલીંગ પર રહ્યા હતા. દરરોજ 50 થી 100 જેટલા પીધેલાઓને ઝડપવામાં આવતા હતા. 1063જેટલા ઉપર કાર્યવાહી કરાઈ છે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ મહિલા પી.સી.આર. ફરજ ઉપર દોડતી રખાઈ હતી. ટ્રેડીશનલ ડ્રેસમાં મહિલા પોલીસ સી. ટીમ નવરાત્રી મહોત્સવમાં ઓન ડયુટી રહી છે. તેથી સમગ્ર જિલ્લામાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ છે.