July 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ‘મૈં હું મોહન ડેલકર’ નહીં પરંતુ હવે ‘મૈં હું મોદી કા પરિવાર’: પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની ટકોર

સામે ઉભા રહેલા વિરોધ પક્ષના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ કરવાના ઈરાદા સાથે કામ કરવા ભરેલો જોશ


શનિવારે સેલવાસના ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે દાનહ બેઠક માટે ભાજપના ઘોષિત થયેલા ઉમેદવાર કલાબેન ડેલકરનું કરાયેલું ઉષ્‍માભેર સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : શનિવારે દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરનું દાદરા નગર હવેલી ભાજપના હેડ ક્‍વાર્ટર અટલ ભવન ખાતે શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. શ્રીમતી કલાબેન ડેલકર અને તેમના સુપુત્ર શ્રી અભિનવ ડેલકર સહિત તેમના હજારો ટેકેદારો સાથે સેલવાસના અટલ ભવન ખાતે આવી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ દાનહ ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરના સુપુત્ર શ્રી અભિનવ ડેલકરે ‘મૈં મોહન ડેલકર હું’ના લગાવેલા નારા સામે હવેથી ‘મૈં હું મોદી કા પરિવાર’નો જયઘોષ કરવા ટકોર કરી હતી.તેમણે જણાવ્‍યું હતું કે, ભાજપ એક વિચારધારાવાળી પાર્ટી છે. તેમણે ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરને 48 કલાકની અંદર ભાજપના મુખ્‍ય કાર્યકર્તાઓની પ્રત્‍યક્ષ મુલાકાત લેવા અને ભૂતકાળની વાતો ભૂલી જૂની અને નવી ટીમને એક બની કામ કરવા તાકિદ કરી હતી. તેમણે આ ચૂંટણીમાં ગત પેટા ચૂંટણીમાં મળેલી માર્જીન 51 હજાર કરતા વધુ મતોથી ઐતિહાસિક વિજય મેળવવા માટે કામ કરવા આહ્‌વાન કર્યું હતું.
પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ગુજરાતની ચૂંટણીનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં જે રીતે વિરોધ પક્ષના ઘણાં ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થઈ હતી તે રીતે આ પ્રદેશમાં પણ આપણી સામે કોઈપણ આવે તેની ડીપોઝીટ કેવી રીતે ડૂલ થાય તે રીતે કામ કરવા સલાહ આપી હતી. તેમણે દાદરા નગર હવેલીના તમામ 306 બૂથો ઉપર વિજય મેળવવા પણ લક્ષ્યાંક આપ્‍યો હતો.
આ પ્રસંગે દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાને ટિકિટ આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર પ્રગટ કર્યો હતો. તેમણે ડેલકર પરિવારની ટીમ ભાજપ પરિવાર સાથે મળી આવતા સમયમાં વધુમાં વધુ મતથી વિજેતા બનશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, સાંસદતરીકે તેમણે પ્રદેશના ઘણાં પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયમાં દરેકની સાથે મળી વિકાસના કામો કરવાનું આશ્વાસન આપ્‍યું હતું. પ્રદેશના લોકોની ઈચ્‍છા ભાજપની ટિકિટ લાવવાની હોવાથી તેમની લાગણીને ધ્‍યાનમાં લઈ આ નિર્ણય તેમણે લીધો હોવાની નિખાલસ કબૂલાત પણ કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના સુપુત્ર શ્રી અભિનવ ડેલકરે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ દાદરા નગર હવેલીના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકરની કરેલી પસંદગી બદલ પાર્લામેન્‍ટરી બોર્ડનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને દાનહ અને દમણ-દીવના બંને ઉમેદવારોને ઐતિહાસિક જીત અપાવી આ બંને બેઠકો પ્રધાનમંત્રીશ્રીને ભેટ ધરવા અનુરોધ કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં સામાજીક સંસ્‍થાઓ પાઠય પુસ્‍તક બેંક કાર્યરત કરવા માટે આગળ આવે

vartmanpravah

વલસાડની હરિયા પીએચસીમાં રૂ.76 લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્‍ધ થશે 

vartmanpravah

‘‘વિશ્વ આદિવાસી દિવસ”ના યાદગાર દિને ચીખલી તાલુકાના નાગરિકોની આરોગ્‍યલક્ષી સુવિધામાં થયો વધારો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

Leave a Comment