January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર થઈ રહી છે જે ચિંતાનો વિષય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લાને મોટો દરિયા કિનારો મળેલો છે. આ દરિયામાંથી ક્‍યારે વ્‍હેલ કે શાર્ક કે અન્‍ય મૃત માછલીઓ અવાર નવાર તણાઈ આવતી હોવાના અનેકવાર બનાવ બનતા રહ્યા છે. આજે મંગળવારે વલસાડ તિથલ દરિયા કિનારે સવારે સવારે જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી.
પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર પડે છે. મોટા મોટા ઉદ્યોગો પ્રદૂષિત પાણી દરિયામાં ખાનગી રાહે પધરાવતા હોવાની રાવ ફરિયાદ ઉઠતી આવી છે તેથી દરિયાનું પાણી પ્રદૂષિત થતું હોય છે. જેને લઈને દરિયાઈ જીવો ઉપર જોખમનું પરિબળ ઉભું થતું રહ્યું છે. તેનો વધુએક પુરાવો આજે તિથલ દરિયા કિનારે જોવા મળ્‍યો. જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી. જે પર્યાવરણ માટે અને દરિયાઈ જીવો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Related posts

પ્રધાનમંત્રીએ અગ્રણી વિજ્ઞાન સંસ્થાઓ સાથેની વાતચીત અંગે ટ્વીટ્સ કર્યા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપીમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ.માં હિન્‍દી કવિ સંમેલન યોજાયું

vartmanpravah

પોતાના રાજાશાહી શોખને લઈ જાન ગુમાવતો મોટા વાઘછીપાનો આધેડ

vartmanpravah

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

vartmanpravah

મુંબઈ થી વડોદરા માલ ખાલી કરવા જઈ રહેલ પિકઅપ ટેમ્‍પોને ચીખલી નજીક અકસ્‍માત નડતા ડ્રાઈવરનું દબાઈ જતા મોત નીપજ્‍યું

vartmanpravah

Leave a Comment