August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

કારમાં આવેલ ગૌ તસ્‍કરો સી.સી.ટી.વી.માં કેદ : અગાઉ ચલા મુક્‍તાનંદ માર્ગ ઉપર ગૌતસ્‍કરો ત્રાટક્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી વિસ્‍તારમાં ગૌતસ્‍કરો બેખૌફ બની રહ્યાની બીજી ઘટના આજે ગુરુવારે મળસ્‍કે 3:20 કલાકેના સુમારે ગુંજન છરવાડા રોડ સ્‍થિત રેમન્‍ડ સર્કલ પાસે કારમાં આવેલ ગૌતસ્‍કરો ગૌમાતાનેબેભાન કરી કારમાં ઊંચકીને ભરતા હોવાની ઘટના રોડ પરની દુકાનોમાં રહેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હતી.
વાપી સહિત વલસાડ જિલ્લામાં ગૌતસ્‍કરો બેફામ બની ચૂક્‍યા છે. થોડા સમયમાં પહેલાં વાપી મુક્‍તાનંદ માર્ગ ચલામાં રાતે ગૌતસ્‍કરો બે જુદી જુદી કારમાં આવી અને રોડ ઉપર બેસેલી ગાયોને ઈન્‍જેકશન મારી બેભાન કરી કારમાં ગાય માતાને ભરી રફુચક્કર થયાની ઘટના જેવી બીજી ઘટના ફરી ગુંજનમાં પરિવર્તન થઈ છે. ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે કારમાં ગૌતસ્‍કરો આવ્‍યા હતા. ગાયને ઈન્‍જેકશન આપી બેભાન કરી કારમાં ભરી રહ્યા હોવાનો કિયાક્રમ નજીકના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયો હતો. સી.સી.ટી.વી.ના ફુટેજ આજે ગુરૂવારે વાયરલ થતા ગૌપ્રેમીઓની વધુ એકવાર લાગણી દુભાઈ છે ત્‍યારે રાત્રીના સમયમાં પોલીસ પેટ્રોલીંગ વધારી ગૌતસ્‍કરો ઉપર પોલીસ કોરડે વિંજે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

Related posts

રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં માલનપાડાની મોડેલ સ્‍કૂલ રોલ પ્‍લેમાં પ્રથમ ક્રમે વિજેતા

vartmanpravah

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

સરીગામના અંતરિયાળ વિસ્‍તાર બોન્‍ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્‍લોકની કામગીરી

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી હાર્દિક જોશી એકેડમી દ્વારા સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશીપ યોજાઈ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment