Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન ઊર્જા મંત્રાલયના આદેશનું પાલન કરશે : ટોરેન્‍ટ પાવરને ન્‍બ્‍ત્‍ સોંપવાની તૈયારી

કેન્‍દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંઘ ભૂતપૂર્વ કેન્‍દ્રીય ગૃહ સચિવ હોવાના કારણે સંઘપ્રદેશના પ્રશાસન આઈએએસ અધિકારીઓ સાથે ઓબે ટુ ઓર્ડરની તર્જ ઉપર કામ કરી સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણ માટે તત્‍પરતાથી કામ કરી રહ્યા હોવાનો વ્‍યાપક બનેલો મત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન પાવર મંત્રાલયના આદેશનું પાલન કરતા આ અઠવાડિયે ગુજરાતની ખાનગી કંપની ટોરેન્‍ટ પાવરને વિજળી વિતરણની વ્‍યવસ્‍થાની જવાબદારી સોંપતો એલઓઆઈ (લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ) સોંપશે,
સૂત્રો પાસેથી મળેતી માહિતી અનુસાર કેન્‍દ્રીય ઊર્જા મંત્રી શ્રી આર.કે.સિંઘ ભૂતપૂર્વ કેન્‍દ્રીય ગૃહ સચિવ રહી ચૂક્‍યા છે. જેના કારણે તેઓ વીજળીના ખાનગીકરણની પ્રક્રિયાને લઈને કેન્‍દ્રશાસિત પ્રદેશ 3ડીના આઈએએસ અધિકારીઓ સાથે સીધો ટેલિફોનિક સંપર્ક કરે છે.
અત્રે નોંધનીય છે કે મે-2020 માં, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગર સરકારના ઉપક્રમ અને દમણ-દીવ વીજળીના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે ટેકનીકલ દૃષ્‍ટિએખાનગીકરણની પ્રક્રિયાને શરૂઆતથી જ ખોટી કહેવામાં આવી રહી છે. કારણ કે દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગમ એક સરકારી ઉપક્રમ હતું અને દમણ-દીવ વિદ્યુત વિભાગ જે સરકારી વિભાગ હતો. તેથી જ સૌ પ્રથમ દમણ-દીવ સરકારી વીજ વિભાગને દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગમમાં ભેળવીને સંયુક્‍ત વિદ્યુત વિતરણ નિગમની રચના કરવી જોઈતી હતી.
નિગમીકરણની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તેના બોર્ડે વીજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણની પ્રક્રિયાને મંજૂરી આપવી જોઈતી હતી. ત્‍યારબાદ 51 ટકા શેર ખાનગી કંપનીને વેચવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ શકે છે. પરંતુ અહી પ્રથમ દમણ-દીવ સરકારી વીજ વિભાગ હોવા છતાં દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગમ સાથે ખાનગીકરણની પ્રક્રિયામાં એક જ ફાઇલમાં અને એક જ ટેન્‍ડરમાં તેનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. એટલું જ નહીં, ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં સરકારી કોર્પોરેશન અને સરકારી વિભાગોના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કર્મચારીઓના અભિપ્રાય અને હિતોનું મંથન કરવું જોઈતું હતું. પરંતુ ઉર્જા મંત્રાલયના સીધા દબાણ અને દરમિયાનગીરીથી કેન્‍દ્રીય પ્રદેશના સંબંધિત આઈએએસ અધિકારીઓએ ન તો ખાનગીકરણની યોગ્‍ય પ્રક્રિયાને અનુસરી કે ન તો તે કરવું જરૂરી માન્‍યું.
જ્‍યારે24 નવેમ્‍બર 2021ના રોજ કેન્‍દ્રીય કેબિનેટે એક જ વિતરણ કંપની એટલે કે ડીએનએચ-ડીડી પાવર ડિસ્‍ટ્રિબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડની સંપૂર્ણ માલિકીની સરકારી કંપની તરીકે રચના કરવાની મંજૂરી આપી હતી. એટલે કે આ પહેલા સરકારી વીજ વિભાગને ઉમેરીને ખાનગીકરણની પ્રક્રિયા ટેકનિકલી ખોટી હતી.
હવે સમાચાર આવી રહ્યા છે કે, પાવર મંત્રાલયના સતત દબાણ બાદ કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસન ટોરેન્‍ટ પાવરને એલઓઆઈ(લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ) સોંપવા જઈ રહ્યું છે, જ્‍યારે ખાનગીકરણની પ્રક્રિયાને રોકવા માટે એક જાણકાર પત્રકાર દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલને ટોરેન્‍ટ પાવર અને સંબંધિત હિતધારકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે આવી સ્‍થિતિમાં કોર્ટનો અંતિમ નિર્ણય પહેલા ટોરેન્‍ટ પાવરને એલઓઆઈ(લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ) સોંપવાની ઉતાવળમાં કેમ છે, તે સમજની બહાર છે.

Related posts

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

Leave a Comment